અકસ્માતમાં મૃત્યુ પામેલા ટ્રક ડ્રાઇવરના કુટુંબને 20.97 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ...
આમચી મુંબઈ

અકસ્માતમાં મૃત્યુ પામેલા ટ્રક ડ્રાઇવરના કુટુંબને 20.97 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ…

થાણે: થાણે મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2019માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા 24 વર્ષના ટ્રક ડ્રાઇવરના કુટુંબને 20.97 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

એમએસીટીએ અકસ્માતમાં સામેલ ટેમ્પોના માલિક અને વીમા કંપનીને સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે પહેલા વીમા કંપનીને રકમ ચૂકવવાનો અને બાદમાં તે વાહનમાલિક પાસેથી વસૂલવાનો આદેશ આપ્યો હતો.

દાવેદારોનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ પી.એસ. પાંડેએ જણાવ્યું હતું કે 20 ડિસેમ્બર, 2019ના રોજ ટેમ્પો પ્રથમ વાડા-મનોર હાઇવે પર પાર્ક કરાયેલી મોટરસાઇકલ સાથે ટકરાયો હતો. બાદમાં ટ્રકને તેણે જોરદાર ટક્કર મારી હતી, જેમાં ટ્રક ડ્રાઇવર ટુન ટુન કુમાર લાલન ભગતને ગંભીર ઇજા પહોંચી હતી.

થાણેની સિવિલ હોસ્પિટલમાં બાદમાં ભગતનું મૃત્યુ થયું હતું. એમએસીટીની કાર્યવાહી દરમિયાન ટેમ્પોનો માલિક હાજર ન થયો નહોતો, જ્યારે વીમા કંપની, જેનું પ્રતિનિધિત્વ એડવોકેટ એ.કે. તિવારીએ કર્યું હતું, તેણે દાવાનો વિરોધ કર્યો હતો.

ટ્રિબ્યુનલે પુરાવાઓનું વિશ્ર્લેષણ કર્યું હતું અને નોંધ્યું હતું કે ટેમ્પો ડ્રાઇવર દોષિત હતો, કારણ કે તે બેદરકારીપૂર્વક વાહન હંકારી રહ્યો હતો.ટ્રિબ્યુનલે ભગતની માસિક 13 હજાર રૂપિયાની આવકના આધારે 20.97 લાખ રૂપિયા વળતરની ગણતરી કરી હતી.

બિહારના ઔરંગાબાદના વતની ભગતનાં માતા-પિતાને અરજીની તારીખથી વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવાનો આદેશ અપાયો હતો. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button