થાણેમાં દિવ્યાંગ સગીરા પર બળાત્કાર: આઇઆઇટીના સ્ટૂડન્ટની ધરપકડ | મુંબઈ સમાચાર

થાણેમાં દિવ્યાંગ સગીરા પર બળાત્કાર: આઇઆઇટીના સ્ટૂડન્ટની ધરપકડ

થાણે: થાણેમાં 13 વર્ષની દિવ્યાંગ સગીરા પર બળાત્કાર ગુજારવા પ્રકરણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી) ખડગપુરના સ્ટૂડન્ટની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીના મોબાઇલ ફોનમાંથી અન્ય યુવતીઓના પણ વાંધાજનક ફોટા અને વીડિયો મળી આવ્યા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને ગુરુવારે 23 વર્ષના આરોપીની ધરપકડ કરી હતી.

આપણ વાંચો: ઓડીશામાં ગુલાબી ગેંગ જસ્ટિસ! મહિલાઓએ બળાત્કારીને મારીને સળગાવી દીધો

કલવા વિસ્તારમાં રહેતો આરોપી કપડાં અપાવવાને બહાને સગીરાને પોતાની સાથે લઇ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

દરમિયાન બનાવની જાણ સગીરાની માતાને થતાં તેણે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરાયો હતો. પોલીસને આરોપીના મોબાઇલમાંથી સગીરાનો અશ્ર્લીલ વીડિયો મળી આવ્યો હતો. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button