આમચી મુંબઈ

થાણે હોમ ઉત્સવ: પ્રોપર્ટી પ્રદર્શન 2024ની વૈભવશાળી કામગીરી: જીતેન્દ્ર મહેતા

થાણે: મુંબઈ મહાનગર ક્ષેત્ર સહિત થાણે સ્થિત રિયલ એસ્ટેટ વિશ્વમાં ગ્રાહકોની સૌથી વધુ પસંદગી ધરાવતા ‘ક્રેડાઈ એમસીએચઆઈ, થાણા’ પ્રોપર્ટી પ્રદર્શન 2024એ આ વર્ષે વૈભવશાળી કામગીરી બજાવી છે. 30 હજાર 217 લોકોએ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. થાણે શહેરમાં ઘર લેવાનું 217 જણનું સપનું સાકાર થયું હતું. વિવિધ બૅન્ક તેમજ નાણાં સંસ્થાઓ દ્વારા આશરે એક હજાર 250 કરોડથી વધુ રકમની લોનનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રદર્શન ૂૂૂ.ભયિમફશળભવશ.ભજ્ઞળ વેબસાઈટ પર આખું વર્ષ ચાલુ રહેશે.
ક્રેડાઈ એમસીએચઆઈ, થાણા' દ્વારા પોખરણ રોડ ક્રમાંક એક પર આવેલા રિમાન્ડ મેદાનમાં 16 ફેબ્રુઆરીથી ચાર દિવસનાહોમ ઉત્સવ; પ્રોપર્ટી પ્રદર્શન 2024’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનને નાગરિકોનો ઉમળકાભર્યો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. મુંબઈ મહાનગર ક્ષેત્રમાં અગ્રણી ગણાતા બાંધકામ વ્યવસાયિકો આમાં સહભાગી થયા. એમાંથી 50થી વધુ બાંધકામ વ્યાવસાયિકોએ 100થી વધારે હાઉસિંગ પ્રોજેક્ટ અને વ્યાવસાયિક પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. લોન આપવા માટે 15થી વધુ બૅન્ક અને નાણાં સંસ્થા સહભાગી થઈ હતી.
શુક્રવારથી થાણામાં શરૂ થયેલા ચાર દિવસના પ્રદર્શનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો અને પ્રોપર્ટી પ્રદર્શનની કામગીરી આ વર્ષે વૈભવશાળી સાબિત થઈ. સેંકડો નાગરિકોએ થાણે શહેરમાં રહેવાને પ્રાધાન્ય આપ્યું એ બદલ ક્રેડાઈ એમસીએચઆઈ, થાણે'ના અધ્યક્ષ જીતેન્દ્ર મહેતાએ આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શનની સફળતા માટે ક્રેડાઈ એમસીએચઆઈ, થાણેના પદાધિકારી, આયોજક સમિતિ અને સભ્યોએ સુંદર આયોજન કર્યું હતું. ક્રેડાઈ એમસીએચઆઈ, થાણા તરફથી 20 વર્ષથી આયોજિત કરવામાં આવી રહેલા ગૃહ ઉત્સવ: પ્રોપર્ટી પ્રદર્શનએ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વૈશિષ્ટ્યપૂર્ણ સ્થાન મેળવ્યું છે. ગ્રાહકોના વિશ્વાસને કારણે પ્રદર્શનને પ્રતિષ્ઠા મળી એમ `ક્રેડાઈ એમસીએચઆઈ, થાણા’ના ભૂતપૂર્વ અધ્યક્ષ અજય આશરે જણાવ્યું. થાણામાં ઘર ખરીદવા ઈચ્છતા નાગરિકોને પ્રદર્શનના માધ્યમમાંથી યોગ્ય વ્યાસપીઠ ઉપલબ્ધ થઈ એમ પણ આશરે વધુમાં જણાવ્યું હતું.
ગ્રાહકોને તેમના સપનાના ઘર ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે ક્રેડાઈ એમસીએચઆઈ, થાણે સંસ્થાએ સામાજિક જવાબદારી પણ નિભાવી છે એમ અધ્યક્ષ શ્રી જીતેન્દ્ર મહેતાએ જણાવ્યું અને 21માં પ્રદર્શનની મુલાકાત લેવા બદલ શ્રી જીતેન્દ્ર મહેતાએ નાગરિકોનો આભાર માન્યો. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…