થાણેમાં સુરક્ષા ભીંત તૂટી પડી

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણેમાં શનિવારથી ભારે વરસાદ પડી રહ્યો છે, તેને પગલે શહેરમાં અનેક જગ્યાએ દીવાલો તૂટી પડવાના બનાવ નોંધાયા હતા, જેમાં થાણે પૂર્વમાં કોપરીમાં એક હાઉસિંગ સોસાયટીની પ્રોેટેક્શન વોલ તૂટી પડી હતી. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.
થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ થાણે પૂર્વના કોપરીમાં રચના નીરજ સોસાયટી સામે સરસ્વતી નગરી આવેલી છે. ભારે વરસાદને પગલે રવિવારે બપોરના ૨.૩૯ વાગે સરસ્વતી નગરી સોસાયટી પ્રોટેક્શન વોલ તૂટી પડી હતી.
આ દીવાલ ૧૫૦ ફૂટ લાંબી અને ૨૦ ફૂટ ઊંચી હતી. દીવાલ તૂટીને બાજુમાં રહેલી સાંકડી ગટર પર તૂટી પડી હતી. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું. દીવાલ તૂટી પડવાની સાથે જ તેને અડીને આવેલા પાંચથી છ ઝાડ પણ તૂટી પડયા હતા. આ દુર્ઘટના બાદ ફાયરબ્રિગેડની સાથે જ થાણે ડિઝાસ્ટર કંટ્રોલ અને સ્થાનિક પાલિકા વોર્ડના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.