આમચી મુંબઈ
થાણેમાં ટ્રક ટૂ-વ્હીલરને અડફેટમાં લેતાં મહિલાનું મૃત્યુ

થાણે: થાણેમાં ટ્રકે ટૂ-વ્હીલરને અડફેટમાં લેતાં 27 વર્ષની મહિલાનું ગંભીર ઇજાને કારણે મૃત્યુ થયું હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
થાણેના ઘોડબંદર રોડ પર વાઘબીળ બ્રિજ નજીક સોમવારે રાતે 11.30 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલી મહિલાની ઓળખ આરતી સુશિલ અગરવાલ તરીકે થઇ હતી.
આ પણ વાંચો: ખાડાથી બચવાના પ્રયાસમાં ટૂ-વ્હીલર પરથી પડેલા ડોક્ટર પર ટ્રક ફરી વળી
વાઘબીળ બ્રિજ નજીક રાતે ટ્રકના ડ્રાઇવરે અચાનક નિયંત્રણ ગુમાવ્યો હતો અને તે ટૂ-વ્હીલર સાથે ટકરાઇ હતી, જેમાં આરતી અગરવાલને ગંભીર ઇજા પહોંચી હતી, એમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસિન તડવીએ જણાવ્યું હતું.
આરતી અગરવાલને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કરી હતી.
(પીટીઆઇ)