પુત્રને વિદેશમાં નોકરી અપાવવાને બહાને પિતા સાથે 20 લાખ રૂપિયાની છેતરપિંડી | મુંબઈ સમાચાર

પુત્રને વિદેશમાં નોકરી અપાવવાને બહાને પિતા સાથે 20 લાખ રૂપિયાની છેતરપિંડી

થાણે: ડોંબિવલીમાં રહેતા 74 વર્ષના વૃદ્ધના પુત્રને ઑસ્ટ્રેલિયામાં નોકરી મેળવી આપવાને બહાને 20 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ દંપતી સહિત ત્રણ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે ગુરુવારે ઇરફાન ઇસ્માઇલ પારકર, તેની પત્ની તથા લિયાકત ઇસ્માઇલ પારકર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આરોપીઓએ 2017થી ફરિયાદીને છેતરી રહ્યા હતા.

ડોંબિવલીના ફરિયાદીને પુત્રને ઑસ્ટ્રેલિયામાં નોકરી મેળવી આપવાનું આરોપીઓએ આશ્વાસન આપ્યું હતું. આરોપીઓએ દાવો કર્યો હતો કે તેમણે ત્યાં અન્ય લોકોને પણ હ્યુમન રિસર્ચ કંપનીમાં કામ અપાવવામાં મદદ કરી હતી.

આ પણ વાંચો: ટીવીની દેવી પાર્વતી સાથે થઈ છેતરપિંડી! એક જ ક્ષણમાં ગુમાવી જીવનભરની કમાણી, શેર કર્યો ભાવુક વીડિયો…

દરમિયાન ફરિયાદીએ તેના પુત્રનું વિદેશમાં સારું ભવિષ્ય સુનિશ્ચીત કરવા માટે આરોપીઓને 20 લાખ રૂપિયા આપ્યા હતા. જોકે તેમણે ફરિયાદીના પુત્રને નોકરી મેળવી આપી નહોતી અને રૂપિયા પણ પાછા કર્યા નહોતા.

પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે તપાસ આદરી હોઇ હજી સુધી આ કેસમાં કોઇની ધરપકડ કરવામાં આવી નથી.

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button