આમચી મુંબઈ
થાણેમાં મેદાનમાં આગ લાગતાં નવ મોટરસાઇકલ સળગી ગઇ…

થાણે: થાણેમાં ખુલ્લા મેદાનમાં આગ લાગતાં ત્યાં પાર્ક કરાયેલી નવ મોટરસાઇકલ સળગી ગઇ હતી. કોપરી વિસ્તારમાં સોમવારે મળસકે લાગેલી આગમાં કોઇને પણ ઇજા થઇ નહોતી.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસિન તડવીએ જણાવ્યું હતું કે કોપરી ફાયર સ્ટેશનથી અમને મળસકે 4.14 વાગ્યે આગ અંગે જાણ કરવામાં આવી હતી. કોપરી સ્થિત ગાંધીનગરમાં કે.એલ. કોલોની ખાતે આવેલા ખુલ્લા મેદાનમાં આગ લાગ હતી અને ત્યાં પાર્ક કરાયેલી નવ મોટરસાઇકલ અને સ્કૂટર સળગી ગઇ હતી.
અગ્નિશમન દળના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી મળસકે 4.45 વાગ્યે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં તમામ વાહનો પૂર્ણપણે સળગી ગયાં હતાં, પણ કોઇ વ્યક્તિને ઇજા થઇ નહોતી. આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નહોતું, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)



