આમચી મુંબઈ

થાણેવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, પડઘા સુધી મળશે એલિવેટેડ રોડ

મુંબઈ: મુંબઈ – નાશિક એક્સપ્રેસ વે પર વિશાળ સંખ્યામાં વાહનોની અવરજવર થઈ રહી હોવાથી મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા થાણેથી પડઘા દરમિયાન એલિવેટેડ રોડનું આયોજન કરવામાં આવ્યું છે, તેનાથી થાણેના વાહનચાલકોને પડઘા સુધી અવરજવર કરવામાં મોટી રાહત થઈ શકે છે.

ગયા અઠવાડિયે આ પ્રોજેક્ટનો વિગતવાર અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. એમએમઆરડીએના કમિશનર સંજય મુખરજીએ જણાવ્યું હતું કે ‘ટ્રાફિક ખાસ્સો વધી ગયો છે અને રસ્તા પહોળા કરવાનું કામ બહુ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.


અમે એલિવેટેડ રોડની યોજના તૈયાર કરવા જણાવ્યું છે. એના પર વાહન ચલાવવા માટે ટોલ ભરવો પડશે પણ થાણેથી પડઘા સુધીના વિસ્તારમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના તેઓ મુસાફરી કરી શકશે. આ એલિવેટેડ રોડ મુંબઈ – સમૃદ્ધિ એક્સપ્રેસ વે સાથે સંકળાશે.’


મુંબઈ અને થાણેને નાશિક અને અન્ય ઉત્તર ભારતના વિસ્તાર સાથે જોડતા આ માર્ગના વિકાસ માટે નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ઘણા વખતથી તત્પર છે. ગડકરીએ ભિવંડી બાયપાસની યોજના તૈયાર કરી હતી પણ સમય જતા એ બાયપાસ રોડની આસપાસ ઘણા ગેરકાયદે ગોડાઉન ઊભા થઈ ગયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…