હત્યાના કેસમાં બે જણ નિર્દોષ જાહેર:કોર્ટે કહ્યું પીડિતનું મૃત્યુ હાર્ટએટેકથી થયું...
આમચી મુંબઈ

હત્યાના કેસમાં બે જણ નિર્દોષ જાહેર:કોર્ટે કહ્યું પીડિતનું મૃત્યુ હાર્ટએટેકથી થયું…

થાણે: થાણે જિલ્લાની કોર્ટે ઑક્ટોબર, 2020માં પડોશીની હત્યાના કેસમાં બે જણને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે પડોશીનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું. ગુફરાન યુસુફઅલી અન્સારી (30) અને શાહનવાઝ મોહંમદ શફી અન્સારી (34) સામેના આરોપ પુરવાર કરવામાં તપાસકર્તા પક્ષ નિષ્ફળ ગયો હોવાનું જજ એસ. બી. અગ્રવાલે 27 ઑક્ટોબરે આપેલા પોતાના આદેશમાં જણાવ્યું હતું.

મુંબ્રા વિસ્તારમાં આવેલા સાંઇ પ્રસાદ ચાલમાં 8 ઑક્ટોબર, 2020ના રોજ આ ઘટના બની હતી. તપાસકર્તા પક્ષના જણાવ્યા અનુસાર સ્ટવ રિપેરિંગની દુકાન ધરાવતા ગુલામ રસૂલ જમીન હક શેખે આરોપી ગુફરાનના પિતા દ્વારા કરવામાં આવી રહેલા સુથારીકામને કારણે ઊડતી ધૂળ સામે વાંધો ઉઠાવ્યો હતો, જેની નજીકમાં ટેલરિંગની દુકાન હતી.

તપાસકર્તા પક્ષે દાવો કર્યો હતો કે આ અંગે થયેલા ઝઘડાને કારણે ગુફરાને સવારે શેખ પર હુમલો કર્યો હતો. રાતે શેખના સંતાનો આ અંગે આરોપીને પૂછવા ગયા ત્યારે તેણે ગાળો ભાંડી હતી અને શેખની મારપીટ કરી હતી, જેમાં તેનું મૃત્યુ થયું હતું.

જોકે કોર્ટે નોંધ્યું હતું કે કોઇ પણ સ્વતંત્ર સાક્ષીએ તપાસકર્તા પક્ષને ટેકો આપ્યો નહોતો અને મૃતકની તપાસ કરનારા ડૉક્ટરે તારણ કાઢ્યું હતું કે તેનું મૃત્યુ હાર્ટએકેટથી થયું હતું. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button