થાણેમાં 31 લાખ રૂપિયાના ચરસ સાથે બિહારના યુવકની ધરપકડ...

થાણેમાં 31 લાખ રૂપિયાના ચરસ સાથે બિહારના યુવકની ધરપકડ…

થાણે: થાણેના કોપરી વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે 31 લાખ રૂપિયાનું ચરસ પકડી પાડીને બિહારના યુવકની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ મોહંમદ આફતાબ આલમ મોહંમદ સલીમ અખ્તર તરીકે થઇ હોઇ કોર્ટે તેને પોલીસ કસ્ટડી ફટકારી હતી.

થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-5ાંચના અધિકારીઓને માહિતી મળી હતી કે થાણે નજીક કોપરી પૂર્વમાં સ્ટેશન નજીક એક વ્યક્તિ નશીલો પદાર્થ વેચવા માટે આવવાની છે. આથી પોલીસ ટીમે સોમવારે છટકું ગોઠવ્યું હતું અને યુવકને તાબામાં લીધો હતો.

યુવકની તલાશી લેવામાં આવતાં તેની પાસેથી 31 લાખ રૂપિયાનું ચરસ મળી આવ્યું હતું. આથી તેની વિરુદ્ધ કોપરી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો. આરોપી બિહારનો રહેવાસી હોઇ તે ચરસ કોને વેચવા માટે આવ્યો હતો, તેની તપાસ કરવામાં આવી રહી છે.

દરમિયાન નવી મુંબઈના પનવેલમાં પોલીસે પંજાબના બે રહેવાસીને પકડી પાડીને 1.05 લાખનું હેરોઇન જપ્ત કર્યું હતું.
પનવેલ શહેર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન ઠાકરેએ કહ્યું હતું કે આરોપીઓની ઓળખ સતનામસિંહ સુખદેવસિંહ (31) અને સુખવિંદરસિંહ મુકનરસિંહ તરીકે થઇ હતી. તેમની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.

આપણ વાંચો : સપ્લાયર સાથે 59 લાખની છેતરપિંડી: ઇંટ ઉત્પાદક વિરુદ્ધ ગુનો

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button