આમચી મુંબઈ

સગીરા અને તેના પિતાએ આરોપ પાછા ખેંચતાં કોર્ટે બળાત્કારના કેસમાં યુવકને નિર્દોષ છોડ્યો

થાણે: 2020માં સગીરાનું અપહરણ અને તેના પર બળાત્કાર ગુજારવાના આરોપનો સામનો કરી રહેલા યુવકને થાણેની કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો, કારણ કે પીડિતાએ સ્વીકાર કર્યો હતો કે તેમની વચ્ચે સહમતીથી સંબંધ બંધાયા હતા અને તેના પિતાએ પણ કહ્યું હતું કે યુવક સામે તેમની કોઇ ફરિયાદ નથી.

પીડિતાએ આરોપી સાથે લગ્ન કર્યાં હતાં અને તેમને બે સંતાન છે, એમ વિશેષ પોક્સો કોર્ટના જજ ડી.એસ. દેશમુખે 9 જુલાઇએ આપેલા પોતાના આદેશમાં નોંધ્યું છે.

ભાયંદરમાં રહેતી સગીરાનું 2 જાન્યુઆરી, 2020ના રોજ અપહરણ કરવા અને તેના પર બળાત્કાર ગુજારવાનો પચીસ વર્ષના યુવક પર આરોપ હતો, જે ઝારખંડનો વતની છે.

આ પણ વાંચો: ડોંબિવલીની સગીરાનું અપહરણ કરી ટ્રેનમાં ગુજાર્યો બળાત્કાર…

સગીરાના પિતાએ 4 જાન્યુઆરી, 2020ના રોજ ભાયંદર પોલીસ સ્ટેશનમાં તેની પુત્રીની મિસિંગ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે તેની પંદર વર્ષની પુત્રી ઘરેથી નીકળ્યા બાદ પાછી ફરી નથી.

દરમિયાન યુવક સામે ભારતીય દંડસંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ફોરેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. જોકે સુનાવણી દરમિયાન પીડિતા અને તેના પિતા દ્વારા પોલીસના અગાઉના રિપોર્ટથી વિરોધાભાસી વલણ અપનાવ્યું હતું.

જજે નોંધ્યું હતું કે ફરિયાદ પક્ષના સાક્ષીદારે (પીડિતાના પિતા) કબૂલ્યું હતું કે પીડિતા પોતાની મરજીથી આરોપી સાથે ભાગી છૂટી હતી. બંને વચ્ચે પ્રેમસંબંધ હતો અને આરોપીએ પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું નહોતું.
સાક્ષીદારે કબૂલ્યું હતું કે આરોપી અને પીડિતા પતિ-પત્ની છે અને તેમને બે સંતાન છે. આરોપી સામે તેની કોઇ ફરિયાદ નથી.

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા બાદ લગ્નની લાલચે મહિલા પર કર્યો બળાત્કાર: યુવકની ધરપકડ

કોર્ટે નોંધ્યું હતું કે આરોપી સાથે પીડિતા લગ્ન કરવા માગતી હતી અને 2 જાન્યુઆરી, 2020ના રોજ બાથરૂમ જવાને બહાને તે ઘરેથી નીકળી હતી અને આરોપીને મળી હતી. બાદમાં બંને જણ પટના જતા રહ્યાં હતાં, જ્યાં તેમણે લગ્ન કર્યાં હતાં અને સહમતીથી તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. (પીટીઆઇ)

સગીરા અને તેના પિતાએ આરોપ પાછા ખેંચતાં કોર્ટે બળાત્કારના કેસમાં યુવકને નિર્દોષ છોડ્યો

થાણે: 2020માં સગીરાનું અપહરણ અને તેના પર બળાત્કાર ગુજારવાના આરોપનો સામનો કરી રહેલા યુવકને થાણેની કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો, કારણ કે પીડિતાએ સ્વીકાર કર્યો હતો કે તેમની વચ્ચે સહમતીથી સંબંધ બંધાયા હતા અને તેના પિતાએ પણ કહ્યું હતું કે યુવક સામે તેમની કોઇ ફરિયાદ નથી.

પીડિતાએ આરોપી સાથે લગ્ન કર્યાં હતાં અને તેમને બે સંતાન છે, એમ વિશેષ પોક્સો કોર્ટના જજ ડી.એસ. દેશમુખે 9 જુલાઇએ આપેલા પોતાના આદેશમાં નોંધ્યું છે.

આ પણ વાંચો: કુરિયર ડિવિલરી એજન્ટના સ્વાંગમાં ફ્લેટમાં ઘૂસી આઇટી પ્રોફેશનલ પર બળાત્કાર: શકમંદ પકડાયો…

ભાયંદરમાં રહેતી સગીરાનું 2 જાન્યુઆરી, 2020ના રોજ અપહરણ કરવા અને તેના પર બળાત્કાર ગુજારવાનો પચીસ વર્ષના યુવક પર આરોપ હતો, જે ઝારખંડનો વતની છે.

સગીરાના પિતાએ 4 જાન્યુઆરી, 2020ના રોજ ભાયંદર પોલીસ સ્ટેશનમાં તેની પુત્રીની મિસિંગ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે તેની પંદર વર્ષની પુત્રી ઘરેથી નીકળ્યા બાદ પાછી ફરી નથી.

દરમિયાન યુવક સામે ભારતીય દંડસંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ફોરેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. જોકે સુનાવણી દરમિયાન પીડિતા અને તેના પિતા દ્વારા પોલીસના અગાઉના રિપોર્ટથી વિરોધાભાસી વલણ અપનાવ્યું હતું.

આ પણ વાંચો: પુણેમાં ડિલિવરી એજન્ટના સ્વાંગમાં ફ્લેટમાં પ્રવેશી આઇટી પ્રોફેશનલ પર કર્યો બળાત્કાર

જજે નોંધ્યું હતું કે ફરિયાદ પક્ષના સાક્ષીદારે (પીડિતાના પિતા) કબૂલ્યું હતું કે પીડિતા પોતાની મરજીથી આરોપી સાથે ભાગી છૂટી હતી. બંને વચ્ચે પ્રેમસંબંધ હતો અને આરોપીએ પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું નહોતું.
સાક્ષીદારે કબૂલ્યું હતું કે આરોપી અને પીડિતા પતિ-પત્ની છે અને તેમને બે સંતાન છે. આરોપી સામે તેની કોઇ ફરિયાદ નથી.

કોર્ટે નોંધ્યું હતું કે આરોપી સાથે પીડિતા લગ્ન કરવા માગતી હતી અને 2 જાન્યુઆરી, 2020ના રોજ બાથરૂમ જવાને બહાને તે ઘરેથી નીકળી હતી અને આરોપીને મળી હતી. બાદમાં બંને જણ પટના જતા રહ્યાં હતાં, જ્યાં તેમણે લગ્ન કર્યાં હતાં અને સહમતીથી તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા.

(પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button