નવજાત શિશુ સહિત ત્રણને બાળવાના કેસમાં આરોપી દોષ-મુક્ત

થાણે: નવજાત બાળક સહિત ત્રણ જણની આગ ચાંપીને હત્યા કરવાના કેસના ૪૪ વર્ષીય આરોપીનો થાણેની કોર્ટે નિર્દોષ છુટકારો કર્યો હતો. ૨૦૨૫ના આ કેસમાં આરોપીને કોર્ટે સાક્ષીઓની અપૂરતી જુબાનીને કારણે મુક્ત કર્યો હતો.
પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટને જજ એસ. બી. અગ્રવાલે શુક્રવારે જ્વેલર આરોપી બહાદુરસિંહ વદનસિંહ પરમારને હત્યાની વિવિધ કલમોમાંથી નિર્દોષ જાહેર કર્યો હતો.
આ પણ વાંચો: નવજાત શિશુઓ વેચનારાઓ પર CBIની કાર્યવાહી: રડાર પર ઘણી મોટી હોસ્પિટલો
તપાસકર્તા પક્ષે આક્ષેપ કર્યો હતો કે ૩૦મી અને ૩૧મી ડિસેમ્બર, ૨૦૨૫ની રાત્રે પરમારે શકિલા બબલુ શેખ (૧૮), તાનિયા બહાદુર સિંહ અને તેના ૧૩ મહિનાના પુત્ર જયદેવ બહાદુર સિંહની તેમના મીરા રોડના નિવાસસ્થાને આગ ચાંપીને હત્યા કરી હતી.
પરમારના વેઇટ્રેસનું કામ કરતી તાન્યા સાથે લગ્નેતર સંબંધ હતા અને તેઓ સાથે રહેતા હતા. જયદેવ તેમનો દીકરો હતો. તાન્યાની બહેન શકિલા તેમની સાથે રહેતી હતી. પરમાર આ સંબંધ તોડવા માગતો હતો, પરંતુ તાન્યા તેને પરિણામ ભોગવવા માટેની ધમકી આપતી હતી. તેમની વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો, એમ તપાસકર્તા પક્ષનું કહેવું છે.
પરમારે ઘરમાં બધા સૂઇ રહ્યા હતા ત્યારે દરવાજા પર પેટ્રોલ છાંટીને ત્યાંથી ભાગી ગયો હતો, એવો દાવો કરાયો હતો.
કોર્ટે નોંધ્યું હતું કે સોસાયટીના ચેરમેન, પેટ્રોલ પંપના માલિક અને કર્મચારીની જુબાની આ કેસ માટે પૂરતી નથી.
(પીટીઆઇ)