થાણે કોર્ટે વૃદ્ધની હત્યાના કેસમાં દંપતીને નિર્દોષ જાહેર કર્યું | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

થાણે કોર્ટે વૃદ્ધની હત્યાના કેસમાં દંપતીને નિર્દોષ જાહેર કર્યું

થાણે: થાણે જિલ્લાના દીવા વિસ્તારમાં 65 વર્ષના વૃદ્ધની હત્યાના કેસમાં તપાસકર્તા પક્ષના સાક્ષીદારોની જુબાની ભરોસાપાત્ર ન હોવાનું નોંધીને કોર્ટે દંપતીને નિર્દોશ જાહેર કર્યું હતું.

જજ એસ.બી. અગ્રવાલે બુધવારે વ્યવસાયે પ્લમ્બર મોહંમદ ઝુબેર (29) અને તેની પત્ની રેશમા ઝુબેર (30)ને દોષમુક્ત કર્યાં હતાં. 3 ડિસેમ્બર, 2022ની રાતે અભિમન્યુ પાટીલ (65)ની હત્યા કરવાનો તેમના પર આરોપ હતો.

તપાસકર્તા પક્ષે દાવો કર્યો હતો કે અભિમન્યુ પાટીલના ઘરની બહાર પતરાના શેડમાંથી દંપતીએ કોઇ વસ્તુ ચોરી રહ્યું હતું ત્યારે પાટીલે બૂમાબૂમ કરી હતી. આથી રેશમા ઝુબેરે પાટીલને પકડી રાખ્યો હતો અને મોહંમદ ઝુબેરે સળિયાથી તેના પર હુમલો કર્યો હતો.

જોકે કોર્ટે નોંધ્યું હતું કે નજરે જોનારા પાંચેય સાક્ષીદાર ‘રસ ધરાવતા સાક્ષીઓ’ છે. આમાંથી ત્રણ જણ મૃતકના ભાડૂત છે અને બે જણ મૃતકના સંબંધી છે. શેડનો ઉપયોગ ભોજન બનાવવા માટે થતો હતો અને સાક્ષીદારે કબૂલ્યું છે કે ત્યાં કોઇ કીમતી વસ્તુ રખાઇ નહોતી. આરોપીઓને શંકાનો લાભ આપવો જોઇએ એવું કહી કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યાં હતાં. (પીટીઆઇ)

આ પણ વાંચો…સીએસએમટીથી થાણે વચ્ચે દોડશે મેટ્રો, જાણો ક્યારથી થશે શરૂઆત, શું છે સરકારની યોજના

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button