આમચી મુંબઈ
11 વર્ષના છોકરાને મજૂરીકામ માટે દબાણ કરવા પ્રકરણે પિતા સહિત બે વિરુદ્ધ ગુનો…

થાણે: થાણે જિલ્લામાં 11 વર્ષના આદિવાસી છોકરાને મજૂરીકામ માટે દબાણ કરવા બદલ તેના પિતા સહિત બે જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર છોકરાના પિતાએ તેને દર મહિને બે હજાર રૂપિયાના વેતન પર પશુપાલક પાસે કામ કરવા માટે દબાણ કર્યું હતું, એમ શાહપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.
આ મામલો સોમવારે સામે આવ્યો હતો, જ્યારે બાળ લગ્ન અને બાળમજૂરી વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહેલા આદિવાસી સંગઠને છોકરાને બકરા ચરાવતા જોયો હતો, જે પાલઘર જિલ્લાનો રહેવાસી છે. 
દરમિયાન આ પ્રકરણે નોંધાવાયેલી ફરિયાદને આધારે છોકરાના પિતા અને તેના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હોઇ હજી સુધી કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી. (પીટીઆઇ)
 


