આમચી મુંબઈ

થાણેના વેપારીને 100 કરોડની લોન અપાવવાના બહાને 31 લાખની ઠગાઇ: ત્રણ સામે ગુનો દાખલ

થાણે: થાણેના વેપારીને 100 કરોડ રૂપિયાની લોન અપાવવાના બહાને 31.21 લાખ રૂપિયાની ઠગાઇ અચરવા બદલ પોલીસે ત્રણ જણ સામે ગુનો દાખલ કર્યો હતો.

આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે કાસારવડવલી પોલીસે બુધવારે મીરા રોડના લાલબાબુ ઠાકુર અને વિનોદ યાદવ તેમ જ વડોદરાના શૈલેશ વલનાડ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318 (4) (છેતરપિંડી) હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે ત્રણેય આરોપીએ ડિસેમ્બર, 2024માં તેનો સંપર્ક સાધ્યો હતો અને દાવો કર્યો હતો કે મોટી ફાઇનાન્સ કંપનીઓ સાથે તેમના સારા સંબંધ છે. તેમણે 100 કરોડ રૂપિયાની બિઝનેસ લોનની વ્યવસ્થા કરી આપવાનું પણ આશ્ર્વાસન આપ્યું હતું.

આ પણ વાંચો: લંડનમાં નોકરી અપાવવાને બહાને દંપતી સાથે 27 લાખ રૂપિયાની ઠગાઇ: મહિલાની ધરપકડ

આરોપીઓએ ફરિયાદી પાસેથી વિવિધ ચાર્જ પેટે 31.21 લાખ રૂપિયા લીધા હતા, પણ તેમણે ફરિયાદીને કોઇ લોન મેળવી આપી નહોતી. ફરિયાદીએ પોતાના રૂપિયા પાછા માગ્યા હતા, પણ તેમણે તે આપ્યા નહોતા.

પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં વેપારીએ પોલીસનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ આરોપીઓની શોધ ચલાવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button