સપ્લાયર સાથે 59 લાખની છેતરપિંડી: ઇંટ ઉત્પાદક વિરુદ્ધ ગુનો | મુંબઈ સમાચાર

સપ્લાયર સાથે 59 લાખની છેતરપિંડી: ઇંટ ઉત્પાદક વિરુદ્ધ ગુનો

થાણે: નવી મુંબઈમાં બિલ્ડિંગ મટિરિયલ સપ્લાયરને સ્ટોક પહોંચાડવામાં નિષ્ફળ જવા અને તેની સાથે 59.14 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ 38 વર્ષના ઇંટ ઉત્પાદક વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

નવી મુંબઈના કામોઠે ખાતેનો 39 વર્ષનો સપ્લાયર બીડના પરળી બૈજનાથના ઉત્પાદક સાથે બે વર્ષથી ઇંટો સપ્લાય માટે વ્યવહાર કરી રહ્યો હતો.

સપ્લાયરનો વિશ્વાસ સંપાદન કરવા માટે ઉત્પાદકે ઇંટો ભરીને મોકલવામાં આવતી હોવાનો વીડિયો અને ફોટા મોકલ્યા હતા.

તેણે સોનાના સિક્કાના પણ ફોટા પણ શૅર કર્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે માલ સાથે મોકલવામાં આવી રહ્યા છે જેથી ચુકવણીના મૂલ્ય સાથે તે મેળ ખાય, એમ કામોઠે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિમલ બિદાવેએ કહ્યું હતું.

આ પણ વાંચો: પુત્રને વિદેશમાં નોકરી અપાવવાને બહાને પિતા સાથે 20 લાખ રૂપિયાની છેતરપિંડી

જોકે સપ્લાયરને ન તો ઇંટો મોકલવામાં આવી હતી, ન તો સોનાના સિક્કા. ઉપરાંત સપ્લાયરને તે ટાળવા લાગ્યો હતો અને બાદમાં તેણે મોબાઇલ બંધ કરી દીધો હતો.

પોલીસે જણાવ્યું હતું કે ઇંટ ઉત્પાદકે તેના અન્ય ગ્રાહકો પાસેથી પૈસા આવ્યા બાદ નાણાં પાછાં કરવાનું સપ્લાયરને વચન આપ્યું હતું. જોકે તેણે પૈસા ચૂકવ્યા નહોતા.

આથી સપ્લાયરે શનિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરાયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button