આમચી મુંબઈ

થાણે-બોરીવલી ટ્વીન ટનલઃ રોજના 300 ટ્રક માટી ખોદશે, સ્થાનિકોને હાલાકીના એંધાણ

મુંબઈઃ થાણેમાં વહીવટીતંત્રને અપૂરતા પાણી પુરવઠા, કચરાના નિકાલની સમસ્યાઓ, રોજિંદા ટ્રાફિક જામનો સામનો કરવા માટે પરસેવો પડી રહ્યો છે, ત્યારે થાણેથી બોરીવલી સબ-વે લાઇન પરનું કામ આમાં વધારો કરશે. આ કામ માટે દરરોજ ત્રણથી ચાર લાખ લીટર પાણીની જરૂર પડશે. તેમજ આ રોડ બનાવવા માટે દરરોજ ત્રણસો ટ્રક માટીનું ખોદકામ કરવામાં આવશે. માટી વહન કરતા વાહનો, ટેન્કરો અને અન્ય વાહનોના કારણે શહેરના માર્ગો પર ટ્રાફિકની સમસ્યા સર્જાવાની સંભાવના છે.

આથી મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન અને ટ્રાફિક પોલીસને આ પ્રોજેક્ટના કામ માટે અલગથી રસ્તો બનાવવાની વિનંતી કરી છે. આ તમામ વ્યવસ્થા પૂરી પાડવાનો મોટો પડકાર હવે સ્થાનિક સત્તામંડળની સામે રહેવાનો છે.

થાણેથી બોરીવલી ટ્વીન ટનલ રાજ્ય સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ પર મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે અને આ પ્રોજેક્ટને કારણે થાણેથી બોરીવલીનું અંતર ૧૨ મિનિટમાં કાપવાનું શક્ય બનશે.

Mumbai Infra: Thane થી Borivali સડસડાટ, ટ્વીન ટ્યૂબ ટનલને મળી મંજૂરી

આ માર્ગ ઘોડબંદર ખાતે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની ટેકરીઓ નીચે બનાવવામાં આવી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. થાણે મ્યુનિસિપલ કમિશનર સૌરભ રાવે તાજેતરમાં આ પ્રોજેક્ટના કામમાં આવતા અવરોધોને દૂર કરવા વિવિધ પરવાનગીઓની પૃષ્ઠભૂમિમાં એક બેઠક યોજી હતી.

આ બેઠકમાં, એમએમઆરડીએ અને બાંધકામ કંપનીના પ્રતિનિધિઓએ કમિશનર સૌરભ રાવ સમક્ષ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનને લગતા મુદ્દાઓ જેમ કે જમીન સંપાદન, અતિક્રમણ દૂર કરવા, ટ્રી ઓથોરિટી પાસેથી જરૂરી પરવાનગીની રજૂઆત કરી હતી.

રાજ્ય સરકાર દ્વારા થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનને ભિવંડીના અટાકોલી વિસ્તારમાં કચરાના ઢગ માટે જગ્યા આપવામાં આવી છે અને પાલિકાએ તેને માટીથી ભરવાની છે. અહીં પાલિકાએ થાણેથી બોરીવલી સબવેના નિર્માણ દરમિયાન ખોદવામાં આવેલી માટી જમા કરવી કે કેમ અને ટ્રાફિકની દૃષ્ટિએ તે શક્ય છે કે કેમ તે સહિત અન્ય સ્થળોની શોધ શરૂ કરી છે તેમ જ એમએમઆરડીએ દ્વારા કરાયેલી માંગણી મુજબ એસટીપીમાંથી નગરપાલિકાને પાણી પૂરું પાડવાનું શક્ય છે અને પાલિકાએ આ પાણી પ્રોજેક્ટ સાઈટ સુધી પહોંચાડવાનું નક્કી કર્યું છે.

મુંબઈના ટવિન ટનલ પ્રોજેક્ટ માટે રોજના 7 લાખ લિટર પાણીની આવશ્યક્તાઃ MMRDA

જો પાણી પહોંચાડવા માટે ટેન્કરોનો ઉપયોગ કરવામાં આવે તો રસ્તા પર ટેન્કરોનું ભારણ વધી શકે છે અને ભીડ થઈ શકે છે. જેના કારણે પાલિકા વહીવટીતંત્ર આ પાણી હંગામી પાઈપલાઈન દ્વારા સપ્લાય કરવા અંગે વિચારી રહ્યું હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

થાણેથી બોરીવલી સબ-વેના કામ માટે ઘોડબંદરમાં હાવેરે સિટી હાઉસિંગ કોમ્પ્લેક્સની નજીકમાં થોડા મહિના પહેલા સિમેન્ટ કોંક્રિટ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટને કારણે ગંભીર બીમારીઓ થવાની ભીતિ વ્યક્ત કરી શહેરીજનોએ આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. જે બાદ પ્રોજેક્ટ બંધ કરી દેવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button