થાણે અને ભિવંડીમાં મંગળવારે પાણી પુરવઠો બંધ રહેશે...
આમચી મુંબઈ

થાણે અને ભિવંડીમાં મંગળવારે પાણી પુરવઠો બંધ રહેશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: શહાડમાં વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં મીટર બદલવાનું કામ તથા પાઈપલાઈનમાં રહેલા ગળતરને બંધ કરવાનું મહત્ત્વનું કામ મહાવિતરણ કંપની મારફત કરવામાં આવવાનું છે. આ કામ ૨૪ કલાકનું શટડાઉન લઈને કરવામાં આવવાનું છે. તેથી થાણે મહાનગરપાલિકાને તથા ભિવંડીને મેસર્સ સ્ટેમ પ્રાધિકરણ તરફથી કરવામાં આવતો પાણી પુરવઠો મંગળવાર ૨૨ જુલાઈના સવારના નવ વાગ્યાથી બુધવાર ૨૩ જુલાઈના સવારના નવ વાગ્યા સુધી ૨૪ કલાક માટે બંધ રહેશે.

ભિવંડી પાલિકાના વિસ્તારમાં તથા થાણે પાલિકા દ્વારા તેમના પોતાના પાણી પુરવઠા યોજના હેઠળ તબક્કાવાર થાણે શહેરમાં એક જ સમયે પાણી પુરવઠો કરવામાં આવશે. તેથી આ સમય દરમ્યાન થાણેના ઘોડબંદર રોડ, પાતલીપાડા, બાળકુમ, પવાર નગર, કોઠારી કમ્પાઉન્ડ, ડોંગરી પાડા, વાઘબીળ, સમતાનગર, ઋતુપાર્ક, સિદ્ધેશ્ર્વર, ઈન્ટરનિટી, જૉન્સન, સાકેત, ઉથળસર, રેતીબંદર, કલવા અને મુંબ્રા જેવા વિસ્તારોમાં મંગળવારના સવારના નવ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી પાણી પુરવઠો બંધ રહેશે.

શટડાઉનને કારણે પાણી પુરવઠો પૂર્વવત્ આવે ત્યાં સુધી એકાદ-બે દિવસ ઓછા દબાણે પાણી પુરવઠો થવાની શકયતા છે. તેથી નાગરિકોને પાણીનો સ્ટોક કરીને વાપરવાની અપીલ કરવામાં આવી છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button