ભિવંડીમાં ગોડાઉનમાં લાગી આગ, એક મહિલા અને બાળકનું મોત
મુંબઈ: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં એક મોટી દુર્ઘટના બની હતી જેમાં એક કપાસના ગોદામમાં ભીષણ આગ લાગતા બે લોકો બળીને ખાખ થઈ ગયા હતા. બળીને માર્યા ગયેલાઓમાં એક મહિલા અને એક બાળક પણ સમાવેશ થાય છે. જે કપાસના ગોદામમાં આગ લાગી હતી તે આવેલું છે. મંગળવારે રાત્રે આઠના સુમારે ગોદામમાં અચાનક આગ ફાટી નીકળી હતી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસીન તડવીએ જણાવ્યું હતું કે ભિવંડીના પારસનાથ સંકુલમાં સ્થિત એક વેરહાઉસમાં આગ લાગી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે આગની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડના બે જવાનો ઘટનાસ્થળે પહોંચી અને આગ ઓલવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જો કે આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી.
ઉલ્લેખનીય છે કે થોડા સમયમાં મહારાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાં આગની ઘટનાઓ જોવા મળી હતી. ગયા મહિને 6 ઓક્ટોબરે મુંબઈના ગોરેગાંવમાં એક બિલ્ડિંગના પાર્કિંગમાં વહેલી સવારે ત્રણ વાગ્યે ભીષણ આગ લાગી હતી. આ આગમાં સાત લોકોના મોત થયા હતા અને 58 લોકો ઘાયલ થયા હતા જ્યારે 30 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. આ ઉપરાતં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના મકાનમાં આગને કારણે કેટલાક લોકોના મોત થયા હતા.
આ ઉપરાતં પાંચ દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પણ ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ઘરના મંદિરમાં કરેલી લાઇટીંગના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે સોસાયટીમાં લાગેલી ફાયર ફાઇયીંગ સિસ્ટમ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.