થાણેમાં રૂ. 66.18 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે નાઇજીરિયન પકડાયો…
થાણે: થાણે ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) રૂ. 66.18 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે નાઇજીરિયનની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : સિમેન્ટ મિક્સર ટ્રકની ટક્કર બાદ કૅબમાં આગ લાગતાં ડ્રાઇવરનું મૃત્યુ…
એએનસીના અધિકારીઓએ 12 જાન્યુઆરીએ થાણેમાં દેસાઇ નાકા ખાતે છટકું ગોઠવીને જ્હોન ઉઝુગ્વા ફ્રાન્સિસને તાબામાં લીધો હતો. 45 વર્ષનો જ્હોન ફ્રાન્સિસ દક્ષિણ મુંબઈના મસ્જિદ બંદર વિસ્તારમાં રહે છે.
ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઇમ) અમરસિંહ જાધવે જણાવ્યું હતું કે આરોપી પાસેથી 661.80 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું, જેની કિંમત 66.18 લાખ રૂપિયા થાય છે.
આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ અને ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને શિળ-ડાયઘર પોલીસ આ પ્રકરણે તપાસ કરી રહી છે.
પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે મુંબઈ પોલીસે દાખલ કરેલા એનડીપીએસના કેસમાં આરોપી છ વર્ષને કેદ ફટકારવામાં આવી હતી. 13 નવેમ્બર, 2024માં તે જેલમાંથી બહાર આવ્યો હતો અને ફરી ડ્રગ્સની હેરાફેરી કરવા લાગ્યો હતો.
આ પણ વાંચો : Bullet Train: હવે હાઈ સ્પીડ ટ્રેનનો ટ્રાયલ ક્યાં હાથ ધરાશે?
આરોપીને બોગસ દસ્તાવેજોને આધારે ભારતીય આઇડી કાર્ડ બનાવી આપવામાં કોણે મદદ કરી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. (પીટીઆઇ)