અકસ્માતનો ભોગ બનેલા યુવકના કુટુંબને 53 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

અકસ્માતનો ભોગ બનેલા યુવકના કુટુંબને 53 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ

થાણે: થાણેમાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) વર્ષ 2022માં મોટરસાઇકલને ટેમ્પોએ ટક્કર મારતાં મૃત્યુ પામેલા 29 વર્ષના યુવકના કુટુંબને 53 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

થાણેના ઘોડબંદર રોડ પર માર્ચ, 2022માં આ અકસ્માત થયો હતો અને મૃતકનાં માતા-પિતા તેમ જ ભાઇએ વળતર માટે અરજી દાખલ કરી હતી.

ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે આ અકસ્માત માત્ર ટેમ્પો ડ્રાઇવરની પૂરપાટ વેગે અને બેદરકારીપૂર્વક વાહન હંકારવાને કારણે થયો હતો. ટ્રિબ્યુનલના સભ્ય આર. વી. મોહિતે દ્વારા ગયા સપ્તાહે આ આદેશ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ટ્રકે અડફેટમાં લેતાં મૃત્યુ પામેલા યુવકના કુટુંબને 38.68 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ

મૃતકની ઓળખ સંચેઝ કૈથ પિકોક તરીકે થઇ હતી, જે ક્ધવર્જીસ ઇન્ડિયા સર્વિસીસ પ્રા. લિ.માં ઑપરેશન્સનો સિનિયર પ્રતિનિધિ હતો. સંચેઝ સવારે મોટરસાઇકલ પર થાણેના પોતાના નિવાસે જઇ રહ્યો હતો ત્યારે પૂરપાટ વેગે આવી રહેલા ટેમ્પોએ પાછળથી તેને ટક્કર મારી હતી, જેમાં તે નીચે પટકાયો હતો અને ગંભીર ઇજાને કારણે તેનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. આ અકસ્માત બાદ ટેમ્પો ડ્રાઇવર ઘટનાસ્થળેથી પલાયન થઇ ગયો હતો.

મૃતકના પરિવારજનોએ ટેમ્પોના માલિક અને વીમા કંપની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. વીમા કંપનીએ દાવાનો વિરોધ કરતા દલીલ કરી હતી કે મૃતક અકસ્માત માટે જવાબદાર હતો, કારણ કે તે બેદરકારીપૂર્વક વાહન હંકારી રહ્યો હતો અને તેની તથા ટેમ્પો ડ્રાઇવર પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતું. જોકે ટ્રિબ્યુનલે આ દલીલોને ફગાવી દીધી હતી.

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button