‘થાણે’ ભવિષ્યનું રિયલ એસ્ટેટનું મહત્ત્વનું કેન્દ્ર
થાણે: થાણેનું રિયલ એસ્ટેટ માર્કેટ ધબકતું છે. અહીં તમને તમારા બજેટ અનુસાર વિવિધ કિંમતના અઢળક આવાસ વિકલ્પ મળી રહે છે. છેલ્લા કેટલાક વર્ષથી થાણેના વિવિધ વિસ્તારમાં ઘર માટેની માગણી સતત વધી રહી છે. આ શહેરમાં પ્લેઇન વેનીલા બિલ્ડિંગથી લઈને સુસંગઠિત ટાઉનશિપ જેવા વિકલ્પ ઉપલબ્ધ છે. ઘરથી ઓફિસ અને ઓફિસથી ઘર ચાલીને પહોંચવામાં લોકોને સુગમતા રહે છે.
થાણે મધ્યવર્તી જગ્યા છે. એ પુણે, ગોવા, નાશિક કે પછી અમદાવાદ સાથે સડક માર્ગે જોડાયેલું છે. મુંબઈ શહેર તેમજ મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાંથી સ્થળાંતર થવા માગતા લોકો માટે તેમજ કોર્પોરેટ કંપનીઓ માટે મધ્યવર્તી વ્યવસાયિક કેન્દ્ર (સેન્ટ્રલાઈઝ્ડ હબ) તરીકે પણ વિકસ્યું છે. ઓફિસ માટે જગ્યા જોઈતી હોય કે રિટેલ સ્પેસ જોતી હોય, ઇન્ફર્મેશન ટેકનોલોજી હોય કે ઇન્ફર્મેશન ટેકનોલોજી અનેબલ્ડ સર્વિસ હોય, ડેટા સેન્ટર હોય કે વેરહાઉસિંગ માટેની જગ્યા હોય, થાણા અને એની આસપાસના વિસ્તારોમાં જરૂરિયાત અનુસાર પસંદગીના વિકલ્પ ઉપલબ્ધ છે.
પ્રોપર્ટી હબના વિકાસ માટે કનેક્ટિવિટી જીવાદોરી ગણાય છે. થાણેના રિયલ એસ્ટેટની સફળતામાં છેલ્લા કેટલાક વર્ષના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તેમજ હાલ ચાલી રહેલા પ્રોજેક્ટનો ફાળો છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ થાણેને રિયલ એસ્ટેટ હબ બનાવવામાં નિમિત્ત બન્યા છે. હાલ ચાલી રહેલા પ્રોજેક્ટમાં મેટ્રો, જળ પરિવહન તેમજ થાણેને પશ્ર્ચિમના ઉપનગર સાથે જોડતી બોરીવલી સુધીની ટનલ ત્રણ ટોચના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે જે થાણેને ભવિષ્યના રિયલ એસ્ટેટના મહત્વના સ્થળ તરીકે પ્રસ્થાપિત કરે છે.
થાણેમાં કમર્શિયલ રિયલ એસ્ટેટના વિકાસના પગલે રહેણાંક માટેના ઘરની માગણીમાં પણ વધારો જોવા મળે છે. થાણેમાં વિકસી રહેલા મોટાભાગના વ્યવસાય કેન્દ્રો કાર્બન ન્યુટ્રલ હોવાથી થાણે અન્ય કમર્શિયલ કેન્દ્રો કરતા નોખું તરી આવે છે. થાણેના કમર્શિયલ રિયલ એસ્ટેટમાં વધારે તો ઇન્ફર્મેશન ટેકનોલોજી હોય કે ઇન્ફર્મેશન ટેકનોલોજી અનેબલ્ડ સર્વિસ હોય, ડેટા સેન્ટર, બેક ઓફિસ અને કોલ સેન્ટરોનો સમાવેશ છે. આ ઉપરાંત લાઇફસ્ટાઇલ વિકલ્પો તરીકે રિટેલ અને એસ્ટાબ્લિશમેન્ટ સ્પેસ તેમજ એફએન્ડબીનો સમાવેશ છે.
થાણેનું કમર્શિયલ રિયલ એસ્ટેટ પ્રદૂષણ રહિત વિસ્તારમાં છે અને અહીં એક એવું અર્થતંત્ર વિકસી રહ્યું છે જે ઘર લેવા ઇચ્છતા લોકો માટે પણ આકર્ષણ બની રહે છે.