આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

ફેસબૂક લાઈવ વખતે ઠાકરે જૂથના નેતાની હત્યા, હુમલાખોરની આત્મહત્યા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા પર હુમલો કરવાના કિસ્સામાં તાજેતરમાં બીજા સૌથી મોટા સમાચાર જાણવા મળ્યા છે. શિવસેનાના નેતા અભિષેક ઘોસાળકર પર ફેસબુક લાઈવ વખતે હત્યા કરી નવી ચોંકાવનારી માહિતી મળી છે. લાઈવ બંને વચ્ચે વાતચીત થયા પછી અચાનક હુમલાખોરે અભિષેક પર ફાયરિંગ કર્યું હતું, ત્યાર બાદ પીડિતને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હુમલાખોરે પણ આ બનાવ પછી આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવ ગુરુવારે રાતના મુંબઈના એમએચબી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં નોંધાયો હતો. મળતી માહિતી અનુસાર હુમલાનો ભોગ બનનાર અભિષેક ઘોસાળકર પૂર્વ નગરસેવક છે. તે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા વિનોદ ઘોસાળકરનો દીકરો છે, જ્યારે આંતરિક વિવાદને લઈ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.


આ બનાવમાં નવી માહિતી મળી હતી, જેમાં ફેસબુક લાઈવ વખતે અભિષેક જનતા સાથે જોરદાર સંવાદ કરતો પણ જોવા મળ્યો હતો. ફેસબુક લાઈવનો 1.17 મિનિટનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો હતો. ફેસબુક લાઈવમાં તે જનતા માટે સારા કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, ગણતરીની સેકન્ડમાં તેની પાસેની વ્યક્તિ દૂર થયા પછી ફાયરિંગ કરવામાં આવે છે. વાઈરલ વીડિયોમાં અનેક દાવા કરવામાં આવે છે.

આ બનાવ પછી અભિષેકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પોલીસ તાકીદે ઘટનાસ્થળે પણ પહોંચી હતી. હોસ્પિટલની બહાર પણ શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના કાર્યકર્તા જમા થયા હતા, ત્યારબાદ ઘટના મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. પાર્ટીના કાર્યકરોએ કહ્યું હતું કે દોષીઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

દરમિયાન શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના પ્રવક્તા આનંદ દૂબેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં અત્યારે અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિધાનસભ્ય હોય કે સાંસદ સુરક્ષિત જણાતા નથી. વિપક્ષના લોકોને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે એવો સવાલ કર્યો હતો. મુખ્ય પ્રધાનથી લઈને પૂરી એનડીએ સરકાર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં નિષ્ફળ રહી હોવાનો દાવો કર્યો હતો. અહીં એ જણાવવાનું કે ગયા શુક્રવારે ઉલ્હાસનગરમાં ભાજપના વિધાનસભ્ય ગણેશ ગાયકવાડે કથિત રીતે શિવસેનાના નેતા મહેશ ગાયકવાડને ગોળી મારવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button