ઉદ્ધવ ઠાકરેએ સહપરિવાર લીધા કેદારનાથના દર્શન: શ્રદ્ધાળુઓએ લગાવ્યા ‘જય મહારાષ્ટ્ર’ના નારા
રુદ્રપ્રયાગ: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સહપરિવાર કેદારનાથ બાબાના દર્શન લીધા હતાં. બદ્રીનાથ ધામના મંદિર સમિતીએ તેમનું સ્વાગત કર્યું હતું. આ સમયે ત્યાં ઉપસ્થિત ભાવીકોએ તેમને સમર્થન આપતાં જય મહારાષ્ટ્રના નારા લગાવ્યા હતાં.
ઉદ્ધવ ઠાકરેની સાથે સાથે નેપાળના ભારતીય રાજદૂત શંકર પ્રસાદ શર્મા અને ચૂંટણી કમીશનર અનૂપ ચંદ્ર પાંડેએ પણ પરિવાર સાથે કેદારનાથ ધામના દર્શન લીધા હતાં. તિરુપતી તિરુમાલા સંસ્થાનના સભ્ય સૌરભ બોરાએ પણ કેદારનાથની મુલાકાત લઇ દર્શન કર્યા હતાં.
પૂર્વ મૂખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે દર્શન કરી બહાર નિકળ્યાં ત્યાં મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓએ પણ ત્યાં હાજર હતાં. ઉદ્ધવ ઠાકરેને જોઇને શ્રદ્ધાળુઓએ જય મહારાષ્ટ્રના નારા લગાવી ઉદ્ધવ ઠાકરેને સમર્થન આપ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે તેમના નોકર અને કૂકને લઇને ગઇ કાલે બપોરે જ દેહરાદૂન ગયા હોવાનો દાવો વિધાનસભ્ય નિતેશ રાણેએ કર્યો હતો. જરાંગે પાટીલની ભૂખ હડતાલ સમેટાય ત્યાં સુધી રાહ નહતાં જોઇ શકતાં, એવો સવાલ નિતેશ રાણેએ કર્યો હતો. ઉપરાંત આદિત્ય ઠાકરે ગાયબ ના થઇ શકે એમ પણ રાણેએ કહ્યું હતું.
ઠાકરે પરિવાર ગઇ કાલે બપોરે 2 વાગે એક પ્રાઇવેટ પ્લેનથી ગેટ નંબર 8 પરથી દેહરાદૂન નિકળી ગયો છે એમ મને કોઇએ કહ્યું હતું. તેમની સાથે તેમનો કૂક અને સ્ટાફ પણ હતો. શું મરાઠા આંદોલનની તેમને આટલીજ ચિંતા છે? તેઓ જરાંગે પાટીલનું ઉપવાલસ આંદોલન સમેટાય ત્યાં સુધી રોકાયા કેમ નહી? તો પછી ખરેખર જનતા અને પક્ષ માટે કામ કરનારા અને પિકનીક પર ન જનારા દેવેન્દ્ર ફડણવીસને દોષ કેમ આપવાનો? આવો પ્રશ્ન નિતેશ રાણેએ સોશિયલ મીડિયાના માધ્યમથી કર્યો હતો.