દસમાંથી દસ બેઠક પર વિજય! જાણો શું થયું મુંબઈ યુનિવર્સિટીના Senate Electionsમાં…
મુંબઈ: Mumbai Universityમાં શુક્રવારે સિનેટ ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં Uddhav Thackeray જૂથની શિવસેનાએ એકહથ્થો વિજય મેળવ્યો હતો. ચૂંટણીમાં ઠાકરે જૂથના ઉમેદવારોએ દસમાંથી દસ બેઠકો પોતાને નામ કરી હતી. ભવ્ય વિજય મેળવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે મોટી સંખ્યામાં શિવસૈનિકો જમા થયા હતા અને વિજયની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.
આદિત્ય ઠાકરે તેમ જ વરુણ સરદેસાઇને તેમણે ખભા પર ઉઠાવી લીધા હતા અને જીતનો જશ્ન મનાવ્યો હતો. આ દરમિયાન આદિત્યા ઠાકરેએ કહ્યું હતું કે જીત શું હોય છે એ અમે દેખાડી દીધું. આ તો ફક્ત શરૂઆત છે. આવી જ જીત આપણે વિધાનસભાની ચૂંટણીમાં મેળવવાની છે. આજે જે ગુલાલ ઉડ્યો છે તેવો જ ગુલાલ આપણે વિધાનસભાની ચૂંટણીમાં ઉડાવવાનો છે. એ માટે કામે લાગી જાઓ. આપણા ઉપર જનતાએ જે વિશ્ર્વાસ દાખવ્યો છે તે વિશ્ર્વાસ જનતા ઉદ્ધવ ઠાકરે પર પણ દેખાડશે.
આ દરમિયાન આદિત્ય ઠાકરેએ બે ટર્મમાં સિનેટ સદસ્ય રહેલા રાજન કોળંબકરના વખાણ કર્યા હતા અને વરુણ સરદેસાઇની પણ પ્રશંસા કરી હતી.
આદિત્ય ઠાકરેએ ચૂંટણી માટે મહેનત કરનારા સભ્યોની પીઠ થાબડતા જણાવ્યું હતું કે આપણી બધી જ ટીમે ખૂબ મહેનત કરી અને આપણે બે વર્ષથી કામ કરી રહ્યા હતા. આપણે વિભાગપ્રમુખથી માંડીને બધાને જ ફોન કરીને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની નોંધણી કરવાનું કહ્યું હતું.આપણને આ વખતે 90 ટકા કરતાં વધુ મત મળ્યા. આ તમામ ગ્રેજ્યુએટનો વિશ્ર્વાસ એક જ નામ પર છે અને તે નામ છે ઉદ્ધવ ઠાકરે.