આમચી મુંબઈમહારાષ્ટ્ર

દશેરાએ શિવાજી પાર્ક કોનું? રેલી માટે ઠાકરે જૂથને મંજૂરી મળે એવી શક્યતા

મુંબઈ: શિવસેનાના બે ફાંટા પડ્યા અને શિંદે જૂથ અસ્તિત્વમાં આવ્યો ત્યાર પછી દર વર્ષે શિવાજી પાર્કમાં દશેરાની રેલી માટે મંજૂરી મેળવવા બંને જૂથમાં સંઘર્ષ ચાલતો હોય છે. જોકે, આ વર્ષે ઠાકરે જૂથ અને શિંદે જૂથ વચ્ચે આ મુદ્દે ખેંચતાણ નહીં થાય તેવું જણાય છે.

આ પણ વાંચો: રાજકારણ દિવસ-રાત ગાળો ખાવાનો ધંધો: આવું કેમ કહ્યું દેવેન્દ્ર ફડણવીસે?

શિંદે જૂથ તરફથી આ વખતે શિવાજી પાર્કમાં રેલી યોજવા માટે મંજૂરી મેળવવાની અરજી કરવામાં આવી નથી. જ્યારે ઠાકરે જૂથ તરફથી ત્રણ મહિના પૂર્વે જ આ માટે અરજી કરી દેવામાં આવી હોવાથી ઠાકરે જૂથને શિવાજી પાર્ક ફાળવવામાં આવી શકે. બીજી બાજુ શિંદે જૂથ આ વર્ષે બીકેસી(બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ)માં દશેરાની રેલી યોજે તેની શક્યતા જણાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે બાળાસાહેબ ઠાકરેના સમયથી દર દશેરાએ શિવસેના દ્વારા શિવાજી પાર્કમાં રેલી યોજવામાં આવે છે અને આ રેલીને એક પ્રકારનું શક્તિ પ્રદર્શન પણ માનવામાં આવે છે. જોકે શિવસેના બે જૂથમાં વહેંચાઇ ત્યાર બાદ બંને જૂથ દ્વારા શિવાજી પાર્કમાં રેલી યોજવા માટે હોડ જામે છે અને પ્રશાસન કોને મંજૂરી આપે છે તેની રાહ જોવાય છે.

આ પણ વાંચો: લાડકી બહેન બાદ દેવા ભાઉ! યોજનાના શ્રેય માટેની ખેંચતાણ વચ્ચે રિલીઝ થયું સોન્ગ…

શિવસેનાના ભાગલા થયા બાદ 2022માં આ પ્રકરણ અદાલતમાં પણ પહોંચ્યું હતું અને બંને જૂથે પોતે પહેલા અરજી કરી હોવાનો દાવો કર્યો હતો. આખરે અદાલતે ઠાકરે જૂથના પક્ષમાં પોતાનો ફેંસલો સંભળાવ્યો હતો અને શિંદે જૂથને બીકેસી મેદાન ફાળવવામાં આવ્યું હતું. ગયા વર્ષે પણ બંને જૂથ આ મામલે આમને સામને થઇ ગયા હતા. પ્રશાસન આ મુદ્દે કોઇ નિર્ણય ન લઇ રહી હોવાથી ઠાકરે જૂથે પાલિકા વિભાગ કાર્યાલય ખાતે મોરચો પણ કાઢ્યો હતો. જોકે, પછીથી શિંદે જૂથે પોતાની અરજી પાછી ખેંચતા મામલો થાળે પડ્યો હતો.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…