આતંકવાદી હુમલાની દહેશતઃ મુંબઈ પહોંચેલી કુવૈતની બોટ માલિકને સોંપી
મુંબઈ: જાણ બહાર ત્રણ શખ્સ સાથે મુંબઈ પહોંચી હોવાથી સુરક્ષા એજન્સીમાં ભય પેદા કરનારી કુવૈતની એક બોટ જપ્ત કરવામાં આવી એના સાત મહિના બાદ કાયદાકીય ઔપચારિકતા પૂરી થયા બાદ તેના માલિકને સોંપી દેવામાં આવી હોવાની માહિતી સંબંધિત અધિકારીઓએ આપી છે.
તમિલનાડુના ત્રણ શખ્સ સાથેની એક બોટ છઠ્ઠી ફેબ્રુઆરીએ મુંબઈ પહોંચી હતી. આ બોટ કુવૈતથી નીકળ્યા પછી એ કઈ તરફ જઈ રહી હતી એની ભાળ નહોતી મળતી. નવેમ્બર 2008માં પાકિસ્તાન દ્વારા ઘડવામાં આવેલા આક્રમણમાં મુંબઈએ મોટા દરિયાઈ આતંકવાદી હુમલાનો સામનો કર્યો હતો એ પાર્શ્વભૂમિ પર દરિયાઈ સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા થયા હતા. જોકે, કુવૈતની બોટને આંતરી લેવામાં આવી હતી.
આ પણ વાંચો….Gujarat સરકારનો જાહેર સલામતીને મામલે મોટો નિર્ણય, ગેમીંગ એક્ટિવિટી માટે નવા નિયમો જાહેર
કુવૈતની બોટ દક્ષિણ મુંબઈના સસૂન ડોક નજીક અરબી સમુદ્રમાં જોવા મળી હતી અને જહાજમાં સવાર ત્રણ શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશવા બદલ પોલીસે ત્રણેયની ધરપકડ કરી બોટ કબજે કરી હતી.
આ ઘટનાના સાત મહિના બાદ કેસની તપાસના ભાગરૂપે પોલીસે કબજે કરેલી બોટને ગુરુવારે તેના માલિક અબ્દુલ્લાહ શરાહિતને સોંપવામાં આવી હતી એમ એક અધિકારીએ જણાવ્યું હતું.