Western Railwayમાં અમુક ટ્રેનોના ટર્મિનસ અને ટાઈમ બદલાશે
મુંબઈ: લાંબા અંતરના પ્રવાસ માટે બાંદ્રા કે મુંબઈ સેન્ટ્રલથી ટ્રેન પકડતાં લાખો મુસાફરો માટે અગત્યના સમાચાર છે. રેલવે કેટલીક જોડી ટ્રેનોના ટર્મિનસ અને સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવા જઈ રહી છે. ઉપરાંત કેટલીક ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે.
આ પણ વાંચો: મુસાફરો…થોડી તકલીફ માટે થઈ જાઓ તૈયારઃ ડબલ ટ્રેકના કામને લીધે આટલી ટ્રેનોને થશે અસર
પશ્ચિમ રેલવેના અહેવાલ ટ્રેન બાંદ્રા ટર્મિનસ-ભુસાવળ ખાનદેશ એક્સપ્રેસ (નંબર ૧૯૦૦૩/૦૪) અને ટ્રેન મુંબઈ સેન્ટ્રલ – ભુસાવળ એક્સપ્રેસ (નંબર ૦૯૦૫૧/૫૨ )ના ઓરિજિનેટિંગ/ટર્મિનેટિંગ સ્ટેશનને દાદર સ્ટેશન પર બદલવામાં આવી રહ્યું છે. ટ્રેન દાદર-પોરબંદર એક્સપ્રેસ (નંબર ૧૯૦૧૫/૧૬)માં એક ફર્સ્ટ એસી કોચ ઉમેરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ટ્રેન બાંદ્રા ટર્મિનસ-ભુસાવળ ખાનદેશ એક્સપ્રેસ (નંબર ૧૯૦૦૩)નું ટર્મિનલ બાંદ્રા ટર્મિનસને બદલે દાદર કરવામાં આવ્યું છે.
ટ્રેન નંબર ૧૯૦૦૩, જે હાલમાં દર મંગળવાર, ગુરુવાર અને રવિવારે ૦૦.૦૫ કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડે છે, તે ૪ જુલાઈ, ૨૦૨૪થી દર મંગળવાર, ગુરુવાર અને રવિવારે દાદરથી ૦૦.૦૫ કલાકે ઉપડશે. આ ટ્રેનના વચ્ચેના સ્ટેશન પર થોભવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો: લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરતા લોકોની સ્થિતિ ઢોર કરતાય દયનીયઃ હાઇ કોર્ટ
એ જ રીતે, ટ્રેન નંબર ૧૯૦૦૪ ભુસાવળ-દાદર ખાનદેશ એક્સપ્રેસ ૪ જુલાઈ, ૨૦૨૪થી બાંદ્રા ટર્મિનસને બદલે દાદર સ્ટેશન પર ૦૫.૧૫ કલાકે પહોંચશે. નવસારી અને બોરીવલી સ્ટેશનો વચ્ચેના આગમન અને પ્રસ્થાનના સમયમાં સુધારો કરવામાં આવ્યો છે.
ટ્રેન નંબર ૦૯૦૫૧/૦૯૦૫૨ મુંબઈ સેન્ટ્રલ ભુસાવળનું ટર્મિનલ મુંબઈ સેન્ટ્રલને બદલે દાદર કરવામાં આવ્યું છે. ટ્રેન નંબર ૦૯૦૫૧ દાદર-ભુસાવળ એક્સપ્રેસ હવે ૩ જુલાઈ, ૨૦૨૪થી મુંબઈ સેન્ટ્રલને બદલે દર સોમવાર, બુધવાર અને શનિવારે ૦૦.૦૫ કલાકે દાદરથી ઉપડશે. મધ્યવર્તી સ્ટેશનો પર આ ટ્રેનના સ્ટોપિંગ સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો: રેલવેના મુસાફરો ખાસ ધ્યાન આપેઃ આ ટ્રેનોના સંચાલનમાં થયા છે ફરેફાર
એ જ રીતે, ટ્રેન નંબર ૦૯૦૫૨ ભુસાવળ-દાદર એક્સપ્રેસ ૩ જુલાઈ, ૨૦૨૪થી મુંબઈ સેન્ટ્રલને બદલે દાદર સ્ટેશન પર ૫.૧૫ કલાકે સમાપ્ત થશે. ઉપરોક્ત ટ્રેનોને ૩ જુલાઈ, ૨૦૨૪ થી ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર ૧૯૦૧૭ પોરબંદર-દાદર એક્સપ્રેસમાં પહેલી જુલાઈ, ૨૦૨૪થી અને ટ્રેન નંબર ૧૯૦૧૫ દાદર-પોરબંદર એક્સપ્રેસમાં ૪ જુલાઈ, ૨૦૨૪થી આગળની સૂચના સુધી એક ફર્સ્ટ એસી કોચ ઉમેરવામાં આવ્યો છે.
ઉપરોક્ત ઉલ્લેખિત ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો રેલ્વેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે.