આમચી મુંબઈ

પાલકપ્રધાન મુદ્દે ખેંચતાણ યથાવત્: શિવસેના નારાજ થતા મામલો પહોંચ્યો અમિત શાહના દરબારમાં

મુંબઈઃ સરકારની રચના અને વિભાગોની વહેંચણી પછી મહાયુતિમાં પાલકપ્રધાનને મુદ્દે ભારે પ્રમાણમાં હોહા મચી છે, જેનો હાલમાં વિપોક્ષો દ્વારા ભરપૂર ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. એક બાજુ ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ પહોંચી ગયો છે તો બીજી બાજુ એનસીપીના પ્રધાન ધનંજય મુંડે અને માણિકરાવ કોકાટેને કારણે એનસીપી બેકફૂટ પર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

રાયગઢ અને નાશિકના પાલકપ્રધાનપદ ન મળવાને લઈને શિવસેનામાં નારાજગી છે. શિવસેના બંને જિલ્લાઓના પાલકપ્રધાનપદ માટે આગ્રહી હતી. પરંતુ એક જિલ્લાનું એક પાલકપ્રધાનપદ એનસીપીને મળ્યું, જ્યારે બીજા જિલ્લાનું પાલકપ્રધાનપદ ભાજપને મળ્યું. શિવસેનામાં નારાજગીનો સૂર ઊમટતાં હવે આ મામલો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના દરબારમાં પહોંચ્યો છે.

શિવસેનાએ ભરત ગોગાવલેને રાયગઢના પાલકપ્રધાનપદ અને દાદા ભુસેને નાસિકના પાલકપ્રધાનપદ આપવાની માગ કરી હતી, પરંતુ રાયગઢનું પાલકપ્રધાનપદ એનસીપીના અદિતિ તટકરેને મળ્યું અને નાસિકનું પાલકપ્રધાનપદ ગિરીશ મહાજનને મળ્યું. આ કારણે શિવસેનાએ આક્રમક વલણ અપનાવ્યું. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પણ નાસિકના પાલકપ્રધાનપદ માટે આગ્રહી છે. કૃષિપ્રધાન માણિકરાવ કોકાટેએ દાવો કર્યો છે કે જિલ્લામાં NCP પાસે સૌથી વધુ ધારાસભ્યો હોવાથી, અમારા પક્ષને પાલકપ્રધાનપદ મળવું જોઈએ. મુખ્ય પ્રધાને નાશિક અને રાયગઢના પાલક મંત્રીઓની નિમણૂક તાત્કાલિક સ્થગિત કરી દીધી હતી.

આ પણ વાંચો…Gujarat હાઈકોર્ટમાં માતૃભાષામાં કાર્યવાહીની માગ સાથે વકીલોના ધરણા

જોકે એનસીપી નાસિકના પાલકપ્રધાનપદથી પાછળ હટી ગઈ છે. મુખ્ય પ્રધાન ક્વોટામાં ફ્લેટ ખરીદવા માટે નકલી દસ્તાવેજો તૈયાર કરવાના આરોપમાં જિલ્લા કોર્ટે એનસીપી નેતા અને પ્રધાન માણિકરાવ કોકાટેને બે વર્ષની જેલની સજા ફટકારી છે. જોકે તેમને માત્ર 2 કલાકમાં જામીન મળી ગયા હતા, પરંતુ આ કેસમાં એનસીપીની ટીકા થઈ રહી છે. તેથી, એવી ચર્ચા છે કે રાષ્ટ્રવાદી પક્ષ પાલકપ્રધાનના પદથી પાછળ હટી ગયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button