લોટસ જેટીથી બરોડા પેલેસ સુધીના પ્રોમોનેડના કામ માટે ટેન્ડર બહાર પાડ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ પર લોટ્સ જેટીથી વરલી ખાતે બરોડા પેલેસ સુધીના આયોજિત ૭.૨૫ કિલોમીટર લાંબા પ્રોમોનેડના ખૂટતા લિંકના ૩૨૦ મીટરના પટ્ટાના બાંધકામ માટે મુંબઈ મહાનગરપાલિકાએ ટેન્ડર બહાર પાડ્યું છે. આ કામનો અંદાજિત ખર્ચ આશરે ૯.૬૪ કરોડ રૂપિયા છે અને આગામી ચોમાસા પહેલા આ કામ પૂર્ણ થવાની ધારણા છે.
પ્રિયદર્શિની પાર્કથી બાન્દ્રા-વરલી સી લિંકના વરલી છેડા સુધી ફેલાયેલો ૭.૨૫ કિલોમીટર લંબાો અને ૮થી ૨૦ મીટર પહોળો પ્રોમોેનેડ આઈકોનિક ૩.૫ કિલોમીટર લાંબા મરીન ડ્રાઈવ પ્રોમોનેડ કરતા બમણાથી વધુ લંબાઈનો છે. પ્રોમોનેડના બે મુખ્ય ભાગ પ્રિયદર્શની પાર્કથી હાજી અલી સુધીનો ૨.૭૫ કિલોમીટરનો પટ્ટો અને બરોડા પેલેસથી વરસી સી-ફેસ વચ્ચેનો ૨.૫ કિલોમીટરનો પટ્ટો ૧૫ ઑગસ્ટના રોજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
પ્રમોનેડનો હજી સુધી ૨.૨૫ કિલોમીટરનો પટ્ટો ખોલવાનો બાકી છે, જેમાં ત્રણ પટ્ટાનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉપોરેશન ઓફિસથી ટનલ કેનોપી (ઉત્તર છેડો) સુધીનો ૪૦૦ મીટર, હાજી અલીથી લોટસ જેટી સુધીનો ૮૦૦ મીટર અને બિંદુમાધવ ઠાકરે ચોકથી જે.કે. કપૂર ચોક, વરલી સુધીનો ૭૩૦ મીટરના પ્રોમોનેડનો સમાવેશ થાય છે. પાલિકાએ જૂન ૨૦૨૫માં મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીની મંજૂરી મળી હતી. ચોમાસા પછી પાલિકાએ હવે પ્રોમોનેડના ૩૨૦ મીટરના પટ્ટા માટે ટેન્ડર આમંત્રિત કર્યા છે.
આ કામ માટે પ્રી બિડ મીટિંગ ૨૮ નવેમ્બરે વરલીમાં પાલિકાની ઓફિસમાં યોજાવાની છે, જેમા બિડ સબમીટ કરવાની અંતિમ તારીખ આઠ ડિસેમ્બર છે. પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ લોટસ જેટીથી બરોડા પેલેસ સુધીના પટ્ટાનું કામ આવતા વર્ષે શરૂ થવાની ધારણા છે અને જૂન ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થ્ાવાની સંભાવના છે. હાજી અલીથી લોટસ જેટી સુધીના ભાગને પૂર્ણ થવામાં એક વર્ષનો સમય લાગશે, કારણકે હાજી અલી ખાતે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ પૂણ૪ થયા પાછી જ બાંધકામ શરૂ થશે.



