આમચી મુંબઈ

દસ મિનિટ ઘરેથી જલદી નીકળી ને કાળ ભરખી ગયો

ડોંબિવલીમાં ટે્રનમાં થતી ભીડનો કચ્છી યુવતી ભોગ બની

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: મધ્ય રેલવેમાં દિવસે દિવસે પ્રવાસીઓની સંખ્યા વધતી જઇ રહી છે અને પીક અવર્સમાં ભીડને કારણે હાલત વધુ ગંભીર બની જતી હોય છે. અઠવાડિયાની શરૂઆતમાં જ ટે્રનની ભીડનો ભોગ ડોંબિવલીમાં રહેતી 26 વર્ષની કચ્છી યુવતી બની હતી. સોમવારે સવારે દિવાથી કોપર રેલવે સ્ટેશન વચ્ચે ટે્રનમાંથી નીચે પડતાં યુવતીનું મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ રિયા સામજી મોતા તરીકે થઇ હોઇ તેના પગલે પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

ડોંબિવલીવાસીઓ ઘણા સમયથી વધારાની ટે્રનની માગણી કરી રહ્યા છે, પરંતુ રેલવે તરફથી હજી સુધી ટે્રનો વધારવામાં આવી નથી. કલ્યાણથી આવનારી ટે્રનો પહેલાંથી જ ભરીને આવતી હોવાથી ટે્રનમાં ચઢવું પ્રવાસીઓ માટે મુશ્કેલ બની જતું હોય છે. ગયા વર્ષે ડોંબિવલી દિવા વચ્ચે ટે્રનમાંથી પડીને 400થી વધુ પ્રવાસીએ જીવ ગુમાવ્યા હતા.

કચ્છ માંડવીના મસ્કા ગામની વતની અને ડોંબિવલી પૂર્વમાં સંકેત ઇમારતમાં બીજા માળે માતા-પિતા સાથે રહેતી રિયા થાણેમાં ક્નસ્ટ્રકશન કંપનીમાં કામ કરતી હતી. રિયા સોમવારે સવારના ડોંબિવલી સ્ટેશન પરથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જતી ટે્રન પકડી હતી. રિયાએ અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પણ કોચમાં ખૂબ ભીડ હોવાથી તેને અંદર જવા મળ્યું નહોતું. આથી રિયા દરવાજા પર ઊભી રહીને પ્રવાસ કરી રહી હતી.

રિયાએ દરવાજા પર ઊભા રહી હેન્ડલ પકડી રાખ્યું હતું, પણ ભીડને કારણે રિયાએ હેન્ડલ પરથી પકડ ગુમાવી હતી અને દિવા-કોપર સ્ટેશન વચ્ચે ટે્રનમાંથી ટે્રક પર પડી હતી.

ગંભીર રીતે ઘવાયેલી રિયાને સારવારાર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરાઇ હતી. પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરી તપાસ આદરી હતી, એમ ગવનર્મેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના અધિકારીએ જણાવ્યું હતું.

ડોંબિવલીમાં રહેતા રિયાના કાકા ભરતભાઇએ `મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે રિયા ડોંબિવલી પૂર્વમાં છેલ્લા બેથી ત્રણ વર્ષથી ભાડાના ઘરમાં રહેતી હતી. રિયાની બે બહેનનાં લગ્ન થઇ ગયાં છે. રિયાના પિતા કાપડની દુકાનમાં કામ કરતા હતા, પણ બાદમાં તેમની નોકરી છૂટી ગઇ હતી. રિયા દોઢથી બે વર્ષથી થાણેમાં ક્નસ્ટ્રકશન કંપનીમાં કામ કરતી હતી. રિયાએ થાણે જવા માટે રોજ કરતાં સોમવારે સવારે 10 મિનિટ વહેલી ટે્રન પકડી હતી અને બાદમાં ટે્રનમાંથી પડતાં તેનું મૃત્યુ થયું હતું. અમને આની જાણ સવારે 9.30 વાગ્યે થઇ હતી. આ ઘટના માટે રેલવે પ્રશાસન જવાબદાર છે, એમ તેમણે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker