Whatsapp ડાઉન, વપરાશકર્તાઓએ કરી ફરિયાદ, હકીકતમાં શું થયું જાણો?
મુંબઇઃ વિશ્વભરના વોટ્સએપ વપરાશકર્તાઓને એકાઉન્ટ એક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી હોવાની ફરિયાદ કરી છે. આ લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મના વેબ સંસ્કરણને ઍક્સેસ કરવામાં રિપોર્ટિંગ કરવામાં સમસ્યા આવી રહી છે. વ્યક્તિગત અને વ્યવસાયિક એમ બંને પ્રકારના એકાઉન્ટ પર સમસ્યા આવી રહી હોવાની લોકોએ ફરિયાદ કરી છે.
આ પણ વાંચો : આને કહેવાય ઘોર કળિયુગઃ બીમાર માતાને હોસ્પિટલને બદલે રજિસ્ટ્રી ઓફિસ લઈ ગયો દીકરો અને…
વપરાશકર્તાઓના WhatsApp વેબ દ્વારા કનેક્ટ થઇ શકતા નહોતા અને મેસેજ પણ મોકલી શકતા નહોતા. આટલી મહત્વની સોશિયલ મીડિયા એપમાં કંઇ પ્રોબ્લેમ આવે અને એ ઠપ્પ જઇ જાય તો કેવી હાલાકી થાય એ સમજવાની વસ્તુ છે. લોકોએ નિરાશ થઇને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરિયાદ કરવાનું શરૂ કર્યું હતું.
પાટનગર દિલ્હી, મુંબઈ, લખનઊ અને જયપુર જેવા શહેરોના લોકોને વોટ્સએપ એક્સેસ કરવામાં સમસ્યા આવી રહી હતી. જોકે, કયા કારણસર આ સમસ્યા ઊભી થઈ અને લોકોને તેમના એકાઉન્ટ એક્સેસ કરવામાં તકલીફ આવી તે અંગે વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ સત્તાવાર નિવેદન હજુ સુધી આપ્યું નથી કે કોઈ સ્પષ્ટતા પણ કરી નથી.
આ પણ વાંચો : કોણે કર્યો હતો ભારતનો પહેલો કોલ? એક જ ક્લિક પણ જાણી લો અહીં…
ઓનલાઇન વેબસાઇટ પર્ફોર્મન્સ ટ્રેકિંગ ટૂલ ડાઉનડિટેક્ટર મુજબ લગભગ 57 ટકા WhatsAppના વપરાશકર્તાઓએ વેબ વર્ઝનમાં સમસ્યા આવી હોવાની ફરિયાદ કરી હતી. એ જ રીતે 35 ટકા લોકોએ એપ પર સમસ્યાનો સામનો કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા ટ્વિટર પર આ પ્રોબ્લેમની જાણ કરી હતી, જ્યારે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પણ લોકોએ ફરિયાદ કરી હતી.