બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ સંબંધિત ટીમે જાપાનમાં લીધી સ્પેશિયલ તાલીમ

મુંબઈ: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પનું કામને વેગ મળ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેકટના પેકેજ ત્રણ હેઠળ મહારાષ્ટ્રના પાલઘર અને થાણે જિલ્લામાં બુલેટ ટ્રેન માટે કોરિડોર નિર્માણ કરવાનું કામ શરૂ થયું છે. બુલેટ ટ્રેનના કોરિડોરની કુલ લંબાઈ 135.45 કિલોમીટરની છે, આ લાઇન મહારાષ્ટ્રના શીલફાટાથી લઈને ગુજરાતના જારોલી ગામ સુધી પહોંચશે.
બુલેટ ટ્રેનના પ્રોજેકટને ભારતમાં સફળ કરવા માટે આ પ્રોજેકટને એમડી સાથે એક ટીમે જાપાનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ટીમે ઓપરેશન કંટ્રોલ સેન્ટર, રોલિંગ સ્ટૉક ડેપો, સ્ટેશન વગેરેનું બુલેટ ટ્રેનને લગતી બાબતોનું પ્રશિક્ષણ લીધું હતું.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં 124.27 કિલોમીટરના રોડ અને બ્રિજ પણ નિર્માણ કરવામાં આવવાના છે. થાણેથી પાલઘર વિસ્તારમાં ત્રણ સ્ટેશન નિર્માણ કરવામાં આવશે. આ વિસ્તારમાં થાણે, વિરાર અને બોઈસર આ માર્ગમાં ત્રણ નદી પણ આવેલી છે, જેને લીધે આ દરેક નદી પર બ્રિજ નિર્માણ કરવા માટે 135 કિલોમીટરના માર્ગનું સર્વેક્ષણ પૂર્ણ થઈ ગયું છે. આ સાથે બે પર્વત ટનલનું કામ શરૂ થઈ ગયું છે.
બુલેટ ટ્રેનના માર્ગમાં અનેક જગ્યાએ પિલર ફાઉન્ડેશનનું કામ શરૂ થવાની સાથે ગર્ડર લોન્ચિંગના કામ માટે માર્ગમાં એક કસ્ટિંગ યાર્ડ પણ નિર્માણ કરવામાં આવવાનું છે.