આમચી મુંબઈ

વિજય ટીમ ઈન્ડિયાનો, અભિનંદન ઠરાવ ભાજપના વિધાનસભ્યનો: વિપક્ષની ધમાલ અને વોકઆઉટ

મુંબઈ: ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમની જીત પર બીસીસીઆઈના ખજાનચી અને ભાજપના વિધાનસભ્યને અભિનંદન આપતો ઠરાવ ભાજપના વિધાન પરિષદના સભ્ય દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યા બાદ સોમવારે વિપક્ષી પાર્ટીઓના વિધાનસભ્યોએ મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વોકઆઉટ કર્યો હતો.

વિપક્ષી નેતાઓએ દાવો કર્યો કે વિધાન પરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોરેએ તેમની ચિંતાઓની અવગણના કરી હતી.
ભાજપના વિધાનસભ્ય પ્રસાદ લાડે કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ ટીમે 13 વર્ષ પછી ટી-20 વર્લ્ડ કપ જીત્યો છે. વિધાનસભ્ય શેલાર બીસીસીઆઈના ખજાનચી છે તેથી હું તેમને અભિનંદન આપવા માટે ઠરાવ પ્રસ્તાવિત કરું છું.

આ દરખાસ્ત પર શિવસેના (યુબીટી)ના નેતાઓ અંબાદાસ દાનવે અને સચિન આહિર, કોંગ્રેસના અભિજીત વંજારી, ભાઈ જગતાપ, અને સતેજ પાટીલ અને એનસીપી (એસપી)ના નેતા શશિકાંત શિંદેએ સખત વાંધો ઉઠાવ્યો હતો.

ઉપાધ્યક્ષ ગોરેએ કોઈ ચર્ચા કરવાની મંજૂરી આપી ન હતી. લાડે કહ્યું હતું કે આ ગૃહે શરદ પવાર માટે અભિનંદન ઠરાવ પસાર કર્યો છે. તો શેલાર માટે કેમ નહીં?

આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં મંત્રીએ સત્ર છોડ્યા પછી વિપક્ષે વાંધો ઉઠાવ્યો

કાઉન્સિલમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ કહ્યું અમારો અવાજ કેમ દબાવવામાં આવે છે? જ્યારે ગૃહમાં કોઈ પણ મુદ્દાઓ પર ચર્ચા થાય છે ત્યારે ડેપ્યુટી સ્પીકર ભાજપના નેતાને ભાગ લેવાની મંજૂરી આપે છે, પરંતુ વિપક્ષમાંથી કોઈને બોલવાની મંજૂરી કેમ આપતા નથી? અમે અહીં ચર્ચાઓ માટે છીએ. બાદમાં દાનવેએ વિરોધમાં વોકઆઉટની જાહેરાત કરી હતી.

વિપક્ષના નેતાઓ ડેપ્યુટી ચેરપર્સન સમક્ષ એકઠા થયા અને તેમના પર પક્ષપાતનો આરોપ લગાવ્યો. તેનાથી પરિસ્થિતિ વણસી ગઈ અને તેઓએ ગોરેની ક્રિયાઓની નિંદા કરતા સૂત્રોચ્ચાર કર્યા.

મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે લાડનો ઠરાવ અભિનંદનનો એક સરળ પ્રસ્તાવ હતો. મને આમાં કશું જ વાંધાજનક લાગતું નથી. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ