લોકસભાના સ્પીકરપદ માટે ટીડીપીને ઈન્ડી ગઠબંધનનો ટેકો રહેશે: રાઉત
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે રવિવારે જણાવ્યું હતું કે સત્તાધારી ગઠબંધન એનડીએમાં રહેલી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ને સ્પીકરના ઉમેદવારને મેદાનમાં ઉતારશે તો વિપક્ષી ઈન્ડી ગઠબંધનના તમામ ઘટક પક્ષો સમર્થન સુનિશ્ર્ચિત કરવાનો પ્રયાસ કરશે.
મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતાં રાઉતે એવો દાવો કર્યો હતો કે લોકસભા સ્પીકરની ચૂંટણી નિર્ણાયક હશે અને જો ભાજપને આ પદ મળે તો ટીડીપી, જેડીયુ અને ચિરાગ પાસવાન અને જયંત ચૌધરીના રાજકીય સંગઠનો જેવા સરકાર સમર્થક પક્ષોને તોડી નાખશે.
આ પણ વાંચો: સંસદ સભ્ય રાહુલ શેવાળે બદનામી પ્રકરણ ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત પ્રત્યેકને બે હજારનો દંડ
રાઉતે દાવો કર્યો હતો કે અમને એવો અનુભવ છે કે જે લોકો તેમને સમર્થન આપે છે તેમને ભાજપ દગો આપે છે.
મેં સાંભળ્યું છે કે ટીડીપી તેના ઉમેદવારને મેદાનમાં ઉતારવા માંગે છે. જો આવું થાય, તો ઈન્ડી ગઠબંધનના ઘટકપક્ષો આ મુદ્દા પર ચર્ચા કરશે અને સુનિશ્ર્ચિત કરવાનો પ્રયાસ કરશે કે તમામ ઘટક પક્ષો ટીડીપીને સમર્થન આપે એમ તેમણે કહ્યું હતું.
નિયમ મુજબ વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળવું જોઈએ, એમ પણ રાજ્યસભાના સભ્યે જણાવ્યું હતું. તેમણે દાવો કર્યો કે એનડીએ સરકાર સ્થિર શાસન આપી શકશે નહીં.
લોકસભાની ચૂંટણી પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેટલાક નેતાઓ દ્વારા ભાજપ પર કરવામાં આવેલા તાજેતરના નિવેદનો વિશે પૂછવામાં આવતા રાઉતે કહ્યું કે જો આરએસએસ ભૂતકાળની ભૂલો સુધારવા માંગે તો તે સારું છે. તેમણે કહ્યું હતું કે અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.
આ પણ વાંચો: વિધાનસભાની ચૂંટણીથી લઈને મોદીની કેબિનેટ અંગે સંજય રાઉતે કરેલા દાવો જાણો
7 જૂને સંસદના સેન્ટ્રલ હોલમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એનડીએ સંસદીય દળ, ભાજપ સંસદીય દળ અને લોકસભામાં ભાજપના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. રાઉતે દાવો કર્યો હતો કે મોદીને એનડીએ સંસદીય બેઠકમાં નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, ભાજપ સંસદીય દળની બેઠકમાં નહીં.
ભાજપ સંસદીય દળની બેઠક થઈ ન હતી. જો ભાજપની સંસદીય બેઠકમાં નેતૃત્વનો મુદ્દો આવ્યો હોત તો પરિણામ અલગ હોત. તેથી મોદીને એનડીએ સંસદીય બેઠકમાં નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ એક ગંભીર બાબત છે એવો દાવો તેમણે કર્યો હતો. (પીટીઆઈ)