TATA Hospitalનું ઋણ આ રીતે ચૂકવે છે આ 14 જણ ત્યારે હોસ્પિટલ પણ કરશે સન્માન
નાનપણમાં કેન્સર નામની બીમારી થઈ હોય, માતા-પિતા ચિંતામાં હોય, આર્થિક રીતે નબળા થઈ ગયા હોય, સંતાનના જીવન અને ભવિષ્યની ચિંતા તેમને સતાવતી હોય ત્યારે જે વ્હારે આવે તેનું ઋણ તો ચૂકવવું જ પડે. આ કામ કરી રહ્યા છે 14 જણ, જેમને મુંબઈમાં આવેલી તાતા કેન્સર હૉસ્પિટલે એક રીતે જીવનદાન જ આપ્યું છે. તાતા હૉસ્પિટલે પણ તેમના યોગદાનની નોંધ લઈ તેમનું સન્માન કરવાનું નક્કી કર્યું છે. 15મી Februaryએ World child cancer day છે.
બાળપણમાં કેન્સરનો ભોગ બનેલા આ 14 જણ હજુ હૉસ્પિટલે આવે છે, કોઈ અહીંના નાના દરદીઓને કથ્થક શિખવે છે તો કોઈ વિજ્ઞાનની અવનવી વાતો કરે છે તો કોઈ આઈટીના પાઠ ભણાવે છે તો કોઈ આ રોગ સામે કઈ રીતે લડવું તે સમજાવે છે.
ટાટા હોસ્પિટલમાં કેન્સરની સારવાર દર વર્ષે સરેરાશ 2,000 બાળકો હોય છે. કેન્સરની સારવારને કારણે તેમના માતા-પિતાની આર્થિક સ્થિતિ પહેલેથી જ ખરાબ હોય છે. કેન્સરના આ દરદીઓ સારવાર બાદ સારું જીવન જીવી શકે તે માટે અહીં એક ખાસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આથી દરદીઓ સારવાર બાદ પણ આ સેન્ટરમાં વર્ષો સુધી આવે છે. જે દર્દીઓ 10 થી 15 વર્ષની ઉંમરે સારવાર માટે આવેલા હોય છે તેઓ 45 થી 50 વર્ષની ઉંમર સુધી અન્ય આરોગ્ય સંભાળ માટે આ સેન્ટરની મુલાકાત લેતા રહે છે. આમાંથી 14 લોકો નિયમિતપણે આ સેન્ટરને મદદ કરે છે. કોઈ કથક ડાન્સ માસ્ટર છે, કોઈ સાયન્સ ગ્રેજ્યુએટ છે, કોઈ આઈટી એક્સપર્ટ છે. તેમાંથી દરેક અહીં આવે છે અને સારવાર લઈ રહેલા બાળકોને પોતપોતાની રીતે કંઈક સિખવવાની કોશિશ કરે છે. કેટલાક તો અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ અહીં આવે છે અને વોર્ડ હેલ્પર તરીકે કામ કરે છે. આ તમામનું આગામી સપ્તાહે સન્માન કરવામાં આવશે.
ટાટા હોસ્પિટલ દ્વારા તમામ બાળકોને સારવારમાં મદદ કરવા માટે 2009 થી ઈમ્પેક્ટ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી છે જે દરદીઓને અલગ અલગ રીતે મદદ કરે છે. ત્યારે પોતાને મળેલા આ નવજીવનનો ઉપયોગ માત્ર પોતાના માટે નહીં પણ પોતાના જેવા અન્ય બાળદરદીઓને મળે તે માટે આ 14 જણની ભાવના દાદ માગી લે તેવી છે.