આમચી મુંબઈ

ટેન્કર ડ્રાઈવર વૃદ્ધને ઘસડી ગયો:અન્ય વાહન નીચે કચડાઈ જતા મૃત્યુ

થાણે: નવી મુંબઈમાં હાઇવે પર કારને અડફેટમાં લીધા બાદ ટેન્કરનો ડ્રાઇવર ૬૦ વર્ષના વૃદ્ધને થોડે દૂર સુધી ઘસડી ગયો હતો. ડ્રાઇવરે બાદમાં વૃદ્ધને ધક્કો મારતાં વાહન નીચે કચડાઇને તેનું મૃત્યુ થયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.
નવી મુંબઈમાં મુંબઈ-ગોવા હાઇવે પર તારા ગામ નજીક બ્રિજ પર શનિવારે બપોરે બે વાગ્યે આ ઘટના બની હતી, એમ પનવેલ તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.
મૃતકની ઓળખ શ્રીકાંત મોરે (૬૦) તરીકે થઇ હોઇ તે રાયગડ જિલ્લાના ખાલાપુરનો રહેવાસી હતો. શ્રીકાંત મોરે શનિવારે બપોરે પોતાની પત્ની સાથે કારમાં જઇ રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલા ટેન્કરે કારને અડફેટમાં લીધી હતી.
અકસ્માતને કારણે શ્રીકાંતે કાર થોભાવી હતી અને તે ટેન્કરના ડ્રાઇવર પાસે ગયો હતો. ડ્રાઇવરે ટેન્કર ત્યાંથી હંકારી મૂક્યું હતું અને તે શ્રીકાંતને થોડે દૂર સુધી ઘસડી ગયો હતો.
ડ્રાઇવરે બાદમાં શ્રીકાંતને ધક્કો મારતાં તે માર્ગ પર પટકાયો હતો અને વાહન નીચે કચડાતાં તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ ટેન્કરનો ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો.
દરમિયાન શ્રીકાંતની પત્નીએ શનિવારે પનવેલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે ટેન્કરના ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ડ્રાઇવરને ઓળખી કાઢવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button