કૉંગ્રેસ લોકસભાની એકેય બેઠક જીતી ન હોવાથી વાટાઘાટો શૂન્યથી: રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની લોકસભામાં બેઠકોની વહેંચણીને મુદ્દે ફરી એક નવો વિવાદ જન્મ્યો છે. શિવસેના (યુબીટી)ની લોકસભાની ૨૩ બેઠકોની માગણીને કૉંગ્રેસે ફગાવી દીધાના બીજા દિવસે સંજય રાઉતે કહ્યું હતું કે કૉંગ્રેસ સાથે બેઠકોની વહેંચણીની ચર્ચા શૂન્યથી શરૂ કરવાની રહેશે કેમ કે તેમણે ગઈ ચૂંટણીમાં એકેય બેઠક જીતી નહોતી.
સંજય રાઉતે કહ્યું હતું કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં અવિભાજીત શિવસેનાએ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ લોકસભાની ૨૩ સીટ પર ચૂંટણી લડીને ૧૮ બેઠક પર વિજય મેળવ્યો હતો. જોકે, એકનાથ શિંદેના નેતૃત્વમાં ગયા વર્ષે શિવસેનામાં ભાગલા પડ્યા હતા.
શરદ પવારના નેતૃત્વ હેઠળ અવિભાજિત એનસીપીએ ચાર બેઠકો પર વિજય મેળવ્યો હતો. કૉંગ્રેસે ફક્ત એક જ બેઠક પર વિજય મેળવ્યો હતો અને ચંદ્રપુરના વિજયી ઉમેદવારા બાળુ ધાનોરકરનું ચાલુ વર્ષના પ્રારંભે નિધન થયું હોવાથી અત્યારે લોકસભામાં કૉંગ્રેસનું રાજ્યમાંથી કોઈ પ્રતિનિધિત્વ નથી.
શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે કરેલા નિવેદનનો અત્યંત આકરા શબ્દોમાં જવાબ આપતાં મુંબઈ કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સંજય નિરૂપમે કહ્યું હતું કે શિવસેના પોતાની તાકાત પર એકેય બેઠક જીતી શકશે નહીં અને આવું જ મહાવિકાસ આઘાડીના બધા જ ઘટક પક્ષો માટે સાચું છે.
નિરૂપમે કહ્યું હતું કે અવિભાજિત શિવસેના દ્વારા ગયા વખતે જે ૧૮ બેઠકો જીતવામાં આવી હતી તેમાંથી એક ડઝન સંસદસભ્યો શિવસેનાને છોડીને જતા રહ્યા છે. બીજી તરફ એવી કોેઈ ગેરેન્ટી નથી કે બાકી બચેલા સંસદસભ્યો પણ તેમની સાથે રહેશે કે નહીં. કૉંગ્રેસ મહાવિકાસ આઘાડીનો મુખ્ય ઘટક પક્ષ છે. બધા સાથે મળીને લડશે. ઉ