આમચી મુંબઈ

તમારા બાળકોની સંભાળ રાખો

ગુમ થયેલા બાળકોની સંખ્યા હજારોમાં છે

મુંબઇઃ ભારે ભીડવાળા શહેર મુંબઇમાં બાળકોને સાચવવાની સમસ્યા પણ મોટી છે. ભારે ભીડને કારણે અનેક વાર બાળકો તેમના માતા-પિતાથી વિખૂટા પડી જવાની ઘટના બનતી હોય છે. કેટલીક વાર બાળકો અભ્યાસના ડરથી પણ ઘરેથી ભાગી જતા હોય છે, જ્યારે કેટલાક બાળકો ટ્રેનમાં ભીડને કારણે તેમના માતા-પિતાનો સાથ ગુમાવી બેસે છે. આવા બધા જુદા જુદા કારણસર મુંબઈના વિવિધ રેલવે સ્ટેશનો પર રખડતા બાળકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.

1 જાન્યુઆરીથી નવેમ્બર 2023ની વચ્ચે મુંબઈના 17 રેલવે સ્ટેશનો પર આવા 1,985 રખડતા બાળકો મળી આવ્યા છે. સૌથી વધુ સંખ્યા કુર્લા સ્ટેશનની છે. એકલા કુર્લા સ્ટેશન પર 147 છોકરાઓ અને 340 રખડતી છોકરીઓની અટકાયત કરવામાં આવી છે અને તેમને બાળ ગૃહમાં મોકલવામાં આવ્યા છે.


મુંબઈમાં 17 રેલવે પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઘણા રેલવે સ્ટેશનો પર 1 જાન્યુઆરીથી નવેમ્બર 2023 સુધીમાં 1 હજાર 985 રખડતા બાળકો મળી આવ્યા હતા, જેમાં 690 છોકરીઓ અને 1 હજાર 295 છોકરાઓનો સમાવેશ થાય છે. આમાંથી 1 હજાર 335 બાળકોને તેમના માતાપિતાને સોંપવામાં આવ્યા હતા. માતા-પિતાના અભાવે 657 બાળકોને બાળ ગૃહમાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈના 17 રેલવે પોલીસ સ્ટેશનની પોલીસ અને ખાસ કરીને મહિલા ટીમે બાળકો માટે આ સર્ચ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે.


58 છોકરીઓ અને 159 છોકરાઓ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પોલીસ સ્ટેશનની હદમાં મળી આવ્યા છે. તેમાંથી 217ને બાળ ગૃહમાં મોકલવામાં આવ્યા હતા. દાદર પોલીસ સ્ટેશનની હદમાં 77 છોકરીઓ અને 155 છોકરાઓ રખડતા મળી આવ્યા હતા. જેમાંથી 17 બાળકોને બાળ ગૃહમાં મૂકવામાં આવ્યા છે અને 215 બાળકોને તેમના માતાપિતાની કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કુર્લા રેલવે પોલીસે સૌથી વધુ એટલે કે 147 છોકરાઓ અને 340 છોકરીઓની અટકાયત કરી અને તેમાંથી 306ને બાળ ગૃહમાં મોકલી દીધા હતા, જ્યારે182 બાળકોને તેમના વાલીઓને સોંપવામાં આવ્યા હતા.


થાણે રેલવે પોલીસે 50 છોકરીઓ અને 58 છોકરાઓની અટકાયત કરી અને 9 બાળકોને બાળ ગૃહમાં અને 99 બાળકોને તેમના માતાપિતાને સોંપ્યા હતા. ડોંબિવલી રેલવે પોલીસે 32 છોકરીઓ અને 27 છોકરાઓની અટકાયત કરી અને તેમાંથી 10ને બાળ ગૃહમાં અને 49ને તેમના માતાપિતાને સોંપ્યા હતા. કલ્યાણ રેલવે પોલીસે 57 છોકરીઓ અને 68 છોકરાઓની અટકાયત કરી અને તેમાંથી 55ને બાળ ગૃહમાં અને 70 છોકરાઓને તેમના માતાપિતા પાસે મોકલી દીધા હતા. કરજત રેલ્વે પોલીસે 11 છોકરીઓ અને 19 છોકરાઓની અટકાયત કરી હતી અને 3 બાળકોને બાળ ગૃહમાં અને 27 બાળકોને તેમના માતાપિતાને આપ્યા હતા.


મુંબઈમાં દિવસેને દિવસે લોકલમાં ભીડ વધી રહી છે. આ પૈકી, કુર્લા, થાણે અને દાદરને સૌથી વધુ ગીચ સ્થળો તરીકે જોવામાં આવે છે. રેલવે પ્રશાસન દ્વારા ભીડના આયોજનના અભાવે આ સ્ટેશનો પર અવારનવાર નાસભાગની ઘટનાઓ બને છે. ઘણા લોકો રજાઓમાં તેમના પરિવાર સાથે ટ્રેનમાં મુસાફરી કરે છે. અવારનવાર બાળકો ભીડમાં ખોવાઈ જવાના બનાવો બને છે. આથી પોલીસે માતા-પિતાઓને ભીડભાડવાળી જગ્યા પર તેમના બાળકોની સંભાળ લેવાની સલાહ આપી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?