આમચી મુંબઈ

મુંબઈના સાકીનાકા વિસ્તારમાં શંકાસ્પદ ડ્રોન દેખાયું

મુંબઈઃ પાકિસ્તાને ભારત પર ડ્રોન દ્વારા હુમલો કરવાની કોશિશ કરી છે અને ભારતે તેમના દરેક હુમલાને નાકામ કર્યો છે ત્યારે દરેક રાજ્ય અને શહેરમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે કચ્છમાં એક શંકાસ્પદ ડ્રોન તોડી પડાયું હતું ત્યારે હવે મુંબઈના સાકીનાકા વિસ્તારમાં ડ્રોન દેખાતા પોલીસ હરકતમાં આવી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, આ ડ્રોન હઝરત તૈયદ જલાલ મસ્જિદની ઉપર જોવા મળ્યું હતું. થોડીવારમાં જ ડ્રોન સાકીનાકા ઝૂંપડપટ્ટી વિસ્તાર તરફ ઉડ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સાકીનાકા અતિશય ગીચ વિસ્તાર છે અને અહીં મોટીન ઝૂંપડપટ્ટી પણ આવેલી છે. આ ઘટના બાદ સાકીનાકા પોલીસ સ્ટેશને તાત્કાલિક કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસની વિવિધ ટીમો દ્વારા આ વિસ્તારની તપાસ કરવામાં આવી હતી. આ કેસમાં, સાકીનાકા પોલીસ અને CISF એ સવારે 5 વાગ્યાની આસપાસ જરીમરીના હરિ મસ્જિદ વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, ડ્રોન જેવું કંઈ મળ્યું ન હતું. સાકીનાકા પોલીસે નાગરિકોને માત્ર સતર્ક રહેવા જણાવ્યું છે અને કોઈપણ જાતનો ડર ન રાખવા કે અફવાઓમાં ન આવવા જણાવ્યું છે.

આ પણ વાંચો ૩૫ દિવસમાં માત્ર ૨૦-૩૦ ટકા જ નાળાસફાઈ : ભાજપ

આ પ્રાથમિક માહિતી છે. વધારે માહિતી માટે જોડાયેલા રહો મુંબઈ સમાચાર ડિજિટલ સાથે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button