આમચી મુંબઈ

ભાભા હૉસ્પિટલમાં માત્ર 15 મિનિટમાં સર્જરી

`માઈક્રોવેન ઍબ્લેશન’ ટૅક્નોલોજી દ્વારા ઓપરેશન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાઈરોઈડ ગ્રંથિને કારણે ગળામાં સોજો આવવાને કારણે 32 વર્ષીય મહિલાને ખાવા-પીવામાં તકલીફ થઈ હતી. બાંદ્રામાં મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત ભાભા હૉસ્પિટલમાં માત્ર 15 મિનિટમાં `માઈક્રો વેવ્હ ઍબ્લેશન’ ટૅક્નોલોજીની મદદથી સર્જરી કરવામાં આવી હતી. થાઈરોઈડની સારવાર માટે પાલિકાની હૉસ્પિટલમાં આ ટૅક્નોલોજીનો પહેલી વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ઉપનગરીય હૉસ્પિટલના ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે ડૉકટરે સર્જરી પછી માત્ર બે કલાકમાં જ મહિલાને ખાવા, બોલવા અને ચાલવાની છૂટ આપી હતી. મહિલાને ગળામાં દુખાવો રહેતો હતો. થોડા દિવસ પહેલા તે ઈએનટી વોર્ડમાં સારવરા માટે આવી હતી ત્યારે તપાસ દરમિયાન તેના ગળામાં થાઈરોઈડ ગંથિમાં સોજો હોવાનું જણાયું હતું.
આ પકારના સોજાના કિસ્સામાં સામાન્ય રીતે ગરદનમાં ચીરા દ્વારા સર્જરી કરવામાં આવી છે. આ સર્જરી નાજુક અને મુશ્કેલ હોય છે. આ સર્જરી સામાન્ય રીતે બે કલાકનો સમય લેય છે. ઉપરાતં ઑપરેશન પછી દર્દીને થોડા દિવસ હૉસ્પિટલમાં રહેવું પડે છે. તેમ જ ચાલવા, ખાવા વગેરે પણ પ્રતિબંધ હોય છે. આ પરિબળોને ધ્યાનમાં રાખીને ડૉકટરે એમવીએ પદ્ધતિનો ઉપયોગ કરીને માઈક્રો સર્જરી કરવાનું નક્કી કર્યું હતું.
એમવીએ ટૅક્નીકમાં સોનોગ્રાફી અને ઝીણી સોયની મદદથી સર્જરી કરવામાં આવી હતી. માત્ર 10 મિનિટમાં આ સર્જરીમાં થાઈરોઈડનો બ્લોક થયેલા કોષોને સોય દ્વારા નષ્ટ કરવામાં આવ્યા હતા. આ સર્જરીમાં ગરદન પર ચીરો કરવાની જ્ર નથી. મહિલાને પૂર્ણ રીતે એનસ્થેસિયા આપવાને બદલે ફક્ત લોકલ એનેસ્થેસિયા આપી ઓપરેશન કરવામાં આવ્યું હતું. સર્જરીના બે કલાક બાદ મહિલાને રજા આપવામાં આવી હતી અને તેને બોલવા તથા ખાવાની પણ મંજૂરી આપવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button