આમચી મુંબઈ

થાણેની નાગરી સમસ્યાઓ અંગે સુળેએ મહાયુતિ સરકાર પર આકરા પ્રહારો કર્યા

થાણે: એનસીપી (એસપી)ના નેતા સુપ્રિયા સુળેએ શાસક મહાયુતિ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે, અને દાવો કર્યો છે કે થાણેને ‘સંસ્કારી’ શહેર તરીકે રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ પાણીની અછત, ડમ્પિંગ ગ્રાઉન્ડ અને અન્ય નાગરી સમસ્યાઓના મુદ્દાઓ હજુ પણ ઉકેલાયા નથી.

શનિવારે પાલિકાની ચૂંટણી પહેલા એનસીપી (એસપી) અને શિવસેના (યુબીટી) ના ઉમેદવારો માટે એક પ્રચાર રેલીને સંબોધતા, સુળેએ થાણેના વિકાસ માટે મંજૂર કરાયેલા મોટા ભંડોળ અંગે સરકારના દાવાઓ પર પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા.
એનસીપી (એસપી)ના વિધાનસભ્ય જીતેન્દ્ર આવ્હાડ, પાર્ટીના થાણે શહેર એકમના પ્રમુખ મનોજ પ્રધાન, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકરો અને સમર્થકો હાજર હતા.

સુળેએ કહ્યું હતું કે થાણે એક સમયે એક નાનું શહેર હતું, પરંતુ રાજ્ય અને દેશના વિવિધ ભાગોમાંથી લોકો વિકાસ અને જીવનની ગુણવત્તા સારી બનાવવાની આશા સાથે અહીં આવ્યા હતા, પરંતુ તેમની આશા નિરાશામાં ફેરવાઈ ગઈ છે.
વિકાસ માટેના પૈસા ક્યાં ગયા? આટલા વર્ષો પછી પણ નાગરિકોને મૂળભૂત સુવિધાઓ કેમ ઉપલબ્ધ નથી? એવા સવાલ ઉઠાવતાં તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે સત્તામાં રહેલા લોકોના ઘરો અને કાર મોટી થઈ ગઈ છે, પરંતુ નાગરિકોની સમસ્યાઓ યથાવત રહી છે.

એનસીપી (એસપી)ના સાંસદે કહ્યું હતું કે પાણીની અછતનો મુદ્દો ઉકેલાઈ જશે, અને જો એનસીપી (એસપી)-શિવસેના (યુબીટી) ગઠબંધન મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તામાં આવશે તો થાણે ટેન્કરમુક્ત બનશે.

ગઠબંધન ગુણવત્તાયુક્ત શિક્ષણ, વિદ્યાર્થીઓને મફત ટેબ્લેટ અને સારી આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, એમ તેમણે જણાવ્યું હતું.

શિવસેના અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું હતું , ‘મારા માટે, ફક્ત એક જ શિવસેના છે, અને તે છે ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના નેતૃત્વ હેઠળની.’

તેણીએ કહ્યું કે બાળાસાહેબ ઠાકરેએ તેમના જીવનકાળ દરમિયાન તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરેને પાર્ટીની જવાબદારી સોંપી હતી.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button