ભાજપે કોંગ્રેસ-એનસીપી(એસપી) પર બિટકોઈન કૌભાંડના આરોપ લગાવ્યા, સુપ્રિયા સુળે આપ્યો જવાબ | મુંબઈ સમાચાર

ભાજપે કોંગ્રેસ-એનસીપી(એસપી) પર બિટકોઈન કૌભાંડના આરોપ લગાવ્યા, સુપ્રિયા સુળે આપ્યો જવાબ

મુંબઈ: આજે મહારાષ્ટ્ર વિધાનસભા માટે મતદાન (Maharastra Assembly Election) થઇ રહ્યું છે, ચુંટણી પ્રચાર દરમિયાન રાજકીય પક્ષોએ એક બીજા સામે ગંભીર આરોપો લગાવ્યા હતાં. મતદાનના એક દિવસ પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર) અને કોંગ્રેસના નેતાઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતાં. તેમના પર ક્રિપ્ટોકરન્સીથી ગેરરીતિઓ આચરવાનો આરોપ છે. સુપ્રિયા સુળેએ આ આરોપોને વખોડી કાઢ્યા છે. તેમણે આ આરોપોને “ભાજપની ખોટી માહિતી ફેલાવવાની યુક્તિ” ગણાવ્યા હતાં.

નિવૃત IPSએ લગાવ્યા આરોપ:
એક નિવૃત્ત પોલીસ અધિકારી રવિન્દ્રનાથ પાટીલે પુત્રી સુપ્રિયા સુળે અને રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે 2018ના ક્રિપ્ટોકરન્સી છેતરપિંડીના કેસમાં સંડોવાયેલા હોવાનો આરોપ મૂક્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ભંડોળનો ઉપયોગ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે કરવામાં આવ્યો હતો.

ભાજપે આપી પ્રતિક્રિયા:
આ બાબતે ભાજપ તરત એક્શનમાં આવી ગઈ હતી અને મીડિયાને સમક્ષ એવી ઓડિયો ક્લિપ્સ રજૂ કરી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે નાના પટોલે અને સુપ્રિયા સુળેની સંડોવણી હોવાના પુરાવા છે, જેને ભાજપે “બિટકોઈન કૌભાંડ” નામ આપ્યું હતું.

ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ દાવો કર્યો હતો કે વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી ઉઘાડી પડી ગયું છે. તેમણે કોંગ્રેસ અને બારામતીથી લોકસભાના સભ્ય સુલે પાસેથી જવાબ માંગ્યો હતો.

સુપ્રિયા સુળેએ આપ્યો જવાબ:
આ આરોપો અંગે સુપ્રિયા સુળેએ કહ્યું કે, “મને નવાઈ લાગે છે કે ચૂંટણીમાં કોઈ આટલા નીચા સ્તરે પડી શકે છે. સુધાંશુ ત્રિવેદીએ પાંચ આક્ષેપો કર્યા હતા અને મને પાંચ પ્રશ્નો પૂછ્યા હતા અને એ બધા ખોટા છે. હું જાહેર મંચ પર તેણી સાથે ચર્ચા કરવા તૈયાર છું. આ બધું ખોટું છે અને મેં સાયબર ક્રાઈમ ફરિયાદ નોંધાવી છે. બિટકોઈનના ટ્રાન્સફર સાથે મારે કોઈ લેવાદેવા નથી… આ ભાજપની નિરાશા દર્શાવે છે.”

સુપ્રિયા સુળેએ X પર પોસ્ટ્સ કરીને વિગતવાર જવાબ આપ્યો હતો.

કોણ છે રવિન્દ્રનાથ પાટીલે:
રવિન્દ્રનાથ પાટીલે ભારતીય પોલીસ સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. તેમને 2018 માં નોંધાયેલા કેટલાક ક્રિપ્ટોકરન્સી કેસની તપાસની જવાબદારી પુણે પોલીસે સાયબર નિષ્ણાત પંકજ ઘોડે સાથે પાટીલને સોંપી હતી.

આ પણ વાંચો…..ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન, ભાજપ અધ્યક્ષનો 51થી વધુ સીટો જીતવાનો દાવો

બાદમાં પોલીસે આક્ષેપ કર્યો હતો કે પાટીલે તપાસ દરમિયાન કેટલીક ક્રિપ્ટોકરન્સી તેમના ખાતામાં ટ્રાન્સફર કરી હતી. ઘોડેએ નંબરો બદલીને પોલીસને એકાઉન્ટ્સના સ્ક્રીનશોટ આપ્યા હતા- જેમાં ક્રિપ્ટો વોલેટમાં પહેલા કરતા ઓછી રકમ દેખાતી હતી.

સંબંધિત લેખો

Back to top button