મરાઠા મુદ્દાના ઉકેલ માટે સુળેએ મહારાષ્ટ્ર વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવાની માગણી કરી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મરાઠા મુદ્દાના ઉકેલ માટે સુળેએ મહારાષ્ટ્ર વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવાની માગણી કરી

મુંબઈ: મરાઠા આંદોલન તીવ્ર બની રહ્યું છે ત્યારે, એનસીપી (એસપી)ના નેતા સુપ્રિયા સુળેએ રવિવારે એવી માગણી કરી હતી કે મહારાષ્ટ્ર સરકારે રાજ્ય વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવું જોઈએ અને આ જટિલ મુદ્દાના ઉકેલ માટે સર્વપક્ષી બેઠકનું આયોજન કરવું જોઈએ.

સુળેએ આઝાદ મેદાનની મુલાકાત લીધી, જ્યાં અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે શુક્રવારથી ભૂખ હડતાળ પર બેઠા છે.

પાછા ફરતી વખતે, મરાઠા આંદોલનકર્તાઓએ સુળેની કાર રોકી હતી અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

‘કોઈ મરાઠા સમુદાય માટે અનામતનો વિરોધ કરી રહ્યું નથી. કેબિનેટે નિર્ણય લેવો જોઈએ,’ એમ એનસીપી (એસપી)ના કાર્યકારી પ્રમુખે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઉપવાસને કારણે જરાંગે સુસ્તી અનુભવી રહ્યા હતા.
બારામતીના સાંસદે જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓ આઝાદ મેદાનમાં લાઇટિંગ અને સ્વચ્છતા વ્યવસ્થામાં સુધારો કરવાની માગણી કરી રહ્યા હતા.

‘શરદ પવાર પર મરાઠાઓ માટે કોઈ નિર્ણય ન લેવાનો આરોપ લગાવનારા નેતાઓ કોંગ્રેસ-એનસીપીની સરકારમાં ઘણા વર્ષો સત્તામાં હતા,’ એમ તેમણે નાયબ મુખ્ય પ્રધાન અને પિતરાઈ ભાઈ અજિત પવાર પર આડકતરો પ્રહાર કરતા કહ્યું હતું.

આ પણ વાંચો…મારા પાંડુરંગને માંસાહાર ચાલે છે: સુપ્રિયા સુળેના નિવેદન પર વારકરી આક્રમક

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button