આમચી મુંબઈ

પાલિકા માથે પસ્તાળઃ કાંજૂરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ ત્રણ મહિનામાં ખાલી કરવાનો એચસીનો આદેશ…

મુંબઈઃ આખા મુંબઈનો હજારો ટન કચરો જ્યાં ઠલવાય છે તે કાંજૂરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ મામલે સુપ્રીમ કોર્ટે આપેલો આદેશ મુંબઈ મહાનગરપાલિકા માટે મોટી આફત લઈને આવ્યો છે. હાઈકોર્ટે ૧૧૯.૯૧ હેક્ટર જમીનને સંરક્ષિત વન્ય જમીન તરીકેનો દરજ્જો જાળવી રાખ્યો હતો, અને કહ્યું હતું કે કાંજુર ડમ્પિંગ ગ્રાઉન્ડ જમીન સંરક્ષિત વન જમીન છે અને રાજ્ય સરકારનો ડમ્પિંગ ગ્રાઉન્ડ માટે તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો નિર્ણય ગેરકાયદેસર હતો, અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને ત્રણ મહિનાની અંદર આ ખાલી કરવાનો કરવાનો નિર્દેશ આપ્યો હતો.

આ નિર્દેશથી મુંબઈ મહાનગરપાલિકા સમક્ષ સમગ્ર શહેરના કચરાનો નિકાલ કેવી રીતે કરવો તે પ્રશ્ન ઉભો થયો છે. આ સાથે ત્રણ મહિનામાં આ કચરાનું આખું ગામ ખાલી કરવું લગભગ અશક્ય છે ત્યારે પાલિકાએ સુપ્રીમ કોર્ટના દ્વારા ખખડાવવાનો નિર્ણય લીધો છે. ચિંચોલી બંદર નજીક ડમ્પિંગ ગ્રાઉન્ડના વિરોધ બાદ કાંજુર ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું હતું. આ માટે, સરકારે થાણે ક્રીક નજીક કુલ ૪૩૪ હેક્ટર સંરક્ષિત વન જમીનમાંથી ૧૧૯.૯૧ હેક્ટર જમીન ભૂલથી સંરક્ષિત વન જમીન વિસ્તારમાં સામેલ થઈ ગઈ છે. ડમ્પિંગ ગ્રાઉન્ડ માટે સંબંધિત જમીન સંપાદન કરવા માટે પર્યાવરણ અને વન મંત્રાલય (MOEF) પાસેથી પરવાનગી મેળવવામાં આવી હતી.

રાજ્ય સરકારના ડમ્પિંગ ગ્રાઉન્ડ માટે જમીનનો ઉપયોગ કરવાના નિર્ણયને 2013 માં NGO વનશક્તિ દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. 11 વર્ષ પછી કોર્ટે આ મામલે ચુકાદો આપ્યો છે, જેમાં પર્યાવરણપ્રેમીઓની જીત થઈ છે. જોકે
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન કાંજુર ડમ્પિંગ ગ્રાઉન્ડ અંગે હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારશે, એમ કમિશનર ભૂષણ ગગરાણીએ શુક્રવારે જણાવ્યું હતું. હાઈકોર્ટના આદેશમાં એ હકીકત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ સંદર્ભમાં માહિતી આપતી વખતે સુપ્રીમ કોર્ટને અંધારામાં રાખી હતી. તેથી નગરપાલિકા સુપ્રીમ કોર્ટનો સામનો કરી શકશે નહીં, એમ અરજકર્તા પર્યાવરણવાદીઓનું માનવાનું છે.

છેલ્લા 15 વર્ષથી, વનશક્તિ અને વિક્રોલીકર વિકાસ મંચ કાંજુર ડમ્પિંગ યાર્ડ સામે લડી રહ્યા છે. ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવતી વખતે, કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયને અંધારામાં રાખીને, જંગલની જમીન પર ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ મુદ્દાને લગતા દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારથી, કોર્ટમાં ઘણી સુનાવણીઓ થઈ છે. અંતે કોર્ટે આ ચુકાદો આપ્યો હતો, તેમ એક અહેવાલ જણાવે છે.

આપણ વાંચો : કૉંક્રીટીકરણના કામમાં બેદરકારી બદલ સુધરાઈનો સબ-એન્જિનિયર સસ્પેન્ડ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button