Maharashtra Assemblyની ચૂંટણી પહેલા શરદ પવારને ધક્કો
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. પક્ષો હવે ઉમેદવારોના નામની ઘોષણાની તૈયારી કરી રહ્યા છે. શિવસેના અને એનસીપીના ભાગલા પડ્યા બાદ આ પહેલી વિધાનસભાની ચૂંટણી છે ત્યારે ચૂંટણી પહેલા એનસીપીના સ્થાપક શરદ પવારને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે NCP મામલે સુપ્રીમ કોર્ટેનો જે ચૂકાદો આવ્યો છે તે શરદ પવાર જૂથ માટે નિરાશાજનક છે. સુપ્રીમ કોર્ટમાં શરદ પવારના પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેવામાં આવી છે. આ અરજી પક્ષની ઓળખસમા ચૂંટણી ચિહ્ન મામલે હતી.
ઘડિયાળનું ચિહ્ન એનસીપીની ઓળખ છે, પરંતુ કોર્ટે આ ચિહ્ન અજિત પવારની એનસીપીનું જ રહે તેમ ચૂકાદો આપ્યો છે. શરદ પવાર વતી અજિત પવારની NCP પાર્ટીને ઘડિયાળને બદલે બીજું પ્રતીક આપવાની માંગ કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી શરદ પવાર જૂથ આ અરજી પર નિર્ણયની રાહ જોઈ રહ્યું હતું.
અજિત પવારના વકીલોએ સુપ્રીમ કોર્ટમાં શરદ પવાર જૂથની માંગનો જોરદાર વિરોધ કર્યો હતો. વિધાનસભાની ચૂંટણી માટે અરજીઓ ભરવાની શરૂઆત થઈ ગઈ છે, તેમ પણ જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ બાદ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે અજિત પવારની પાર્ટીનું ઘડિયાળ પ્રતીક જ રહેશે.
NCPમાં વિભાજન બાદ શરદ પવાર અને અજિત પવાર અલગ થઈ ગયા. ચૂંટણી પંચે અજિત પવાર જૂથને રાષ્ટ્રવાદી પાર્ટી અને પ્રતીક આપ્યું હતું. તેથી શરદ પવાર જૂથે તે નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અજિત પવાર જૂથને ઘડિયાળના પ્રતીકનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી, પણ કોર્ટે આ માગણી સ્વીકારી નથી.
Also Read – તો શું લોરેન્સ બિશ્નોઇ હવે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડશે!