‘સુનીલ ટિંગરેને અડધી રાત્રે ફોન આવ્યો કેમકે…’, અજિત પવારે પૂણે પોર્શ અકસ્માત બાબતે NCP વિધાનસભ્ય વિષે શું કહ્યું

પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર(Ajit Pawar)એ પુણે પોર્શ અકસ્માત કેસ(Pune Porche accident)માં NCPના વડગાંવ શેરીના વિધાન સભ્ય સુનીલ ટિંગરેનો બચાવ કર્યો છે. અજિત પવારે કહ્યું કે અકસ્માતની માહિતી મળતાં સુનીલ ટિંગરે(Sunil Tingre) પોલીસ સ્ટેશન પહોંચ્યા હશે, જે સામાન્ય બાબત છે. અહેવાલો મુજબ સુનીલ ટિંગ્રે 19 મેના રોજ સવારે 3.30 વાગ્યે (અકસ્માતના એક કલાક પછી) યરવડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સવારે 6 વાગ્યા સુધી ત્યાં હાજર રહ્યા હતા.
વિપક્ષી નેતાઓએ સુનીલ ટીંગરે પર સગીર આરોપીની તરફેણમાં તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. આ કેસ અંગેનો એક પત્ર પણ ચર્ચામાં છે, જેમાં સુનિલ ટિંગ્રેએ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ તરીકે ડૉ. અજય તાવરેની નિમણૂક કરવાની ભલામણ કરી હતી. ડૉ. અજય તાવરેની જ સગીર આરોપીના લોહીના નમૂનાની અદલાબદલી માટે ધરપકડ કરવામાં આવી છે. જેના કારણે સુનીલ ટીંગરે પર સવાલો ઉઠી રહ્યા છે.
અજિત પવારે કહ્યું, “મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્તરે સંપર્કમાં રહેતા જનપ્રતિનિધિઓ જ્યારે પણ પ્રદેશમાં કોઈ અપ્રિય ઘટના બને છે ત્યારે ઘટનાસ્થળની મુલાકાત લે છે. થોડા સમય પહેલા સુનીલ ટિંગ્રેએ જ્યારે તેમના મતવિસ્તારમાં એક સ્લેબ તૂટી પડ્યો હતો, ત્યારે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો : Central Railway’s 63-hour block:વખાણેલી ખિચડી દાઢે વળગીઃ શનિવારે રડી પડી મધ્ય રેલવે, પ્રવાસીઓ રઝળી પડ્યા
અજિત પવારે કહ્યું કે પોર્શે અકસ્માત મોડી રાત્રે થયો હતો અને તેની માહિતી મળતાં જ સુનીલ ટિંગરે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અજિત પવારે કહ્યું, “સુનીલ ટિંગરેને કોલ આવ્યો હતો અને તેણે સાર્વજનિક રૂપે શેર કર્યું છે કે તેને કોનો કોલ આવ્યો હતો, જેના પછી તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા. તેમણે કોઈને કોઈને બચાવવાનો આદેશ આપ્યો ન હતો. કોઈએ વહીવટીતંત્ર પર દબાણ કરીને રોકવાનો પ્રયાસ કર્યો હતો કે પછી કોઈએ પોલીસને ગુનો નોંધતા અટકાવ્યો હતો? આવું કંઈ થયું નથી. આ કેસમાં જે જરૂરી હતું તે બધું થયું છે.”
અજિત પવારે વધુમાં કહ્યું કે આ મામલે કેટલાક લોકો તેમના પર આરોપ લગાવી રહ્યા છે, પરંતુ તેમણે ક્યારેય કોઈને ખોટા કામનો બચાવવાનો પ્રયાસ કર્યો નથી. અજિત પવારે કહ્યું, “તમે બધા મને જાણો છો, હું હંમેશા આવી બાબતો પર કડક વલણ અપનાવું છું, પછી ભલે તે મારા કાર્યકર્તા હોય. આ કિસ્સામાં, એવું લાગે છે કે વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓએ કેટલીક ભૂલો કરી છે અને કેટલીક બાબતો પ્રકાશમાં આવ્યા પછી, સંબંધિત વિભાગોએ તેમની સામે પગલાં લીધાં છે.”