Top Newsઆમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રને મળશે પહેલાં મહિલા ડેપ્યુટી CM: સુનેત્રા પવાર આજે લેશે શપથ, જાણો કેમ સુપ્રિયા સુળે શપથવિધિમાં નહીં રહે હાજર?

વિધાનભવન ખાતે મળેલી બેઠકમાં સર્વસંમતિથી સુનેત્રા પવારની પક્ષના પ્રમુખપદે વરણી

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નિધન બાદ તેમના પત્ની સુનેત્રા પવારની નાયબ મુખ્ય પ્રધાનપદે નિમણૂંક કરવામાં આવી છે. જોકે, સુનેત્રા પવાર આજે સાંજે પાંચેક વાગ્યાની આસપાસ નાયબ મુખ્ય પ્રધાનપદના શપથ લેશે. હાલમાં વિધિમંડળની યોજાઈ રહેલી બેઠકમાં સુનેત્રા પવારની પક્ષના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. જોકે, આ બધા વચ્ચે ભાઈના નિધન બાદ ભાભીની સાથે સતત ઊભા રહેલાં સુપ્રિયા સુળે શપથવિધિમાં હાજર નહીં રહે એવી માહિતી સામે આવી રહી છે. ચાલો જોઈએ શું છે આ પાછળનું કારણ…

મળતી માહિતી પ્રમાણે હાલમાં વિધાનભવન ખાતે યોજાયેલી એનસીપી (અજિત પવાર જૂથ)ની બેઠકમાં સર્વ સંમતિથી સુનેત્રા પવારની પક્ષના પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. અજિત પવારના નિધન બાદ તેમના પત્નીને નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારની નિમણૂંક કરવામાં આવતા રાજ્યને પહેલાં મહિલા નાયબ મુખ્ય પ્રધાન મળવા જઈ રહ્યા છે. સાંજે પાંચ વાગ્યે યોજાનારા આ શપથવિધિની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે પવાર પરિવારમાંથી મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. આ શપથવિધિ સમારોહમાં સુપ્રિયા સુળે હાજરી નહીં આપે એવા અહેવાલો સામે આવી રહ્યા છે.

સુપ્રિયા સુળે ભાભી સુનેત્રા પવાર જ્યારે નાયબ મુખ્ય પ્રધાનપદ માટે શપથ લેશે ત્યારે તેમની સાથે નહીં હાજર રહી શકે, કારણ કે તેઓ દિલ્હી જવા માટે રવાના થશે. આવતીકાલે એટલે કે પહેલી ફેબ્રુઆરીના રોજ કેન્દ્રિય બજેટ 2026-27 રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે દિલ્હી ખાતે આવતીકાલે અધિવેશનમાં હાજરી આપશે. આ સિવાય રાષ્ટ્રવાદી (શરદ પવાર)ના વડા શરદ પવાર બારામતી ખાતે જ રહેવાના હોવાથી તેઓ પણ શપથવિધિમાં હાજર નહીં રહી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારથી અજિત પવારના આકસ્મિત નિધનના સમાચાર સામે આવ્યા ત્યારથી સુપ્રિયા સુળે સતત ભાભી સુનેત્રા પવાર સાથે પડછાયાની જેમ સાથે રહ્યા હતા. પરિણામે શપથવિધિમાં તેમની ગેરહાજરી એ રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કારણ તો ચોક્કસ બનશે.

સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર શરદ પવાર અને સુપ્રિયા સૂળે જ નહીં પણ પવાર પરિવારનો સભ્ય હાજર નહીં રહે. અજિત પવારના દીકરા પાર્થ પવારે શરદ પવાર અને સુપ્રિયા સૂળે શપથવિધિ સમારોહમાં હાજર રહે, એવો આગ્રહ શરદ પવારના ગોવિંદ બાગ ખાતે આવેલા નિવાસસ્થાને જઈને કર્યો હતો. પરંતુ શરદ પવારના પરિવારમાંથી કોઈ પણ શપથવિધિમાં હાજરી નહીં આપે એવી માહિતી સામે આવી શકે છે.

આ પણ વાંચો Union Budget 2026-27: આવતીકાલે નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ રજૂ કરશે બજેટ, જાણો ક્યાં અને કેવી રીતે જોશો લાઈવ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button