આમચી મુંબઈ

રાજ્યના પ્રથમ મહિલા ડેપ્યુટી સીએમ તરીકે સુનેત્રા પવારના શપથવિધિ માટે રાજભવન સજ્જ, પણ…

પવાર પરિવારની ગેરહાજરીની ચર્ચા

મુંબઈઃ મહારાષ્ટ્રના દિવંગત નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પત્ની સુનેત્રા પવાર હવે નાયબ મુખ્ય પ્રધાનપદના શપથ લેવા જઈ રહ્યા છે. સાંજે 5.30 કલાકે આ શપથવિધિ સમારોહ યોજાશે અને એની સાથે જ મહારાષ્ટ્રને તેના પહેલાં મહિલા નાયબ મુખ્ય પ્રધાન મળશે. સુનેત્રા પવાર પણ શપથવિધિ સમારોહ માટે રાજભવન ખાતે પહોંચી ગયા છે અને રાજભવન પણ આ શપથવિધિ સમારોહ માટે સજ્જ થઈ ગયું છે ત્યારે ચાલો જોઈએ કેવી છે તૈયારીઓ…

રાજભવનમાં ગણતરીના લોકોની હાજરીમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાનપદના શપથ લેશે, ત્યારે રાજભવનમાં આવેલો આ હોલ આવનારા મહેમાનો માટે એકદમ સજ્જ નજરે પડી રહ્યો છે.

શપથવિધિ લીધા બાદ સુનેત્રા પવાર મહારાષ્ટ્રના પહેલાં મહિલા નાયબ મુખ્ય પ્રધાન બની જશે

સુનેત્રા પવાર અને દેવેન્દ્ર ફડણવીસની રાજકીય બેઠક તેમજ NCP પક્ષના

શપથવિધિ સમારોહ માટે રાજભવનમાં તાડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે

આ શપથવિધિ સમારોહ ખૂબ જ સાદગીપૂર્ણ અને મર્યાદિત મહેમાનોની હાજરીમાં થશે

પવાર પરિવારમાંથી આ શપથવિધિ સમારોહમાં કોઈ સભ્ય હાજર નહીં રહે

એનસીપી (શરદ પવાર જુથ)ના વડા શરદ પવારે પણ આ સમારોહથી દૂર રહેવાનું પસંદ કરતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર શરુ થઈ ગયો છે

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button