આમચી મુંબઈ

રાજકારણીની લૉ પ્રોફાઇલ પત્નીથી કેન્દ્ર સ્થાને: સુનેત્રા પવારની નાયબ મુખ્યમંત્રી પદ સુધીની સફર

મુંબઈ: મહારાષ્ટ્રના સૌથી શક્તિશાળી રાજકીય પરિવારોમાંના એકના પડછાયામાંથી ચર્ચામાં આવેલી સુનેત્રા પવાર શનિવારે રાજ્યની પ્રથમ મહિલા નાયબ મુખ્ય પ્રધાન બન્યાં છે, કારણ કે તેમના પતિ અજિત પવારના દુ:ખદ અવસાન પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કરવાની આકરી જવાબદારી તેમના પર છે.

62 વર્ષનાં રાજ્યસભા સાંસદને ભાજપના નેતૃત્વ હેઠળના રાજ્ય પ્રધાનમંડળમાં નંબર-બેના પદ પર બઢતી મળવાથી એનસીપી માટે એક નવા અધ્યાયની શરૂઆત પણ થશે.

28 જાન્યુઆરીએ બારામતીમાં વિમાન દુર્ઘટનામાં એનસીપી પ્રમુખ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના અવસાન બાદ, સુનેત્રા પવારને શનિવારે એનસીપી વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેમણે સાંજે નાયબ મુખ્યપ્રધાનપદના શપથ લીધા હતા.

આ પણ વાંચો : અજિતદાદાના વારસાને આગળ ધપાવતા, કર્તવ્યની ભાવના સાથે મહારાષ્ટ્રની સેવા કરવા તૈયાર: સુનેત્રા પવાર…

મરાઠવાડા ક્ષેત્રના ધારાશિવ (અગાઉ ઉસ્માનાબાદ તરીકે ઓળખાતું)ના તેરા ગામની વતની, સુનેત્રા પવાર એક રાજકારણી પરિવારમાંથી આવે છે, પરંતુ તેમણે પોતાના જીવનના મોટા ભાગના સમય દરમિયાન રાજકારણમાં સક્રિય રીતે ભાગ લીધો ન હતો. તેમના ભાઈ પદમસિંહ પાટીલ, એનસીપીના સિનિયર નેતા છે.

તેમના પિતા બાજીરાવ પાટીલ હૈદરાબાદ રાજ્યના ભારતીય સંઘમાં વિલિનીકરણ પહેલાના મરાઠવાડા મુક્તિ સંગ્રામમાં સામેલ હતા.

વાણિજ્ય શાખાના સ્નાતક, સુનેત્રાને ચિત્રકામ, સંગીત, ફોટોગ્રાફી અને ખેતીમાં રસ હોવાનું કહેવાય છે. લગ્ન પછી, તેમણે કાટેવાડી ગામમાં સક્રિયપણે ખેતી કરવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો : સુનેત્રા પવાર એનસીપીના વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

1999માં શરદ પવાર દ્વારા સ્થાપિત એનસીપી, જુલાઈ 2023માં તેમના ભત્રીજા અજિત પવાર ભાજપ અને શિવસેનાની મહાયુતિ સરકારમાં જોડાયા પછી વિભાજીત થઈ ગઈ. તેમને નાયબ મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, અને નવેમ્બર 2024ની વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને જંગી વિજય મળ્યા પછી સત્તામાં આવેલી દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકારમાં પણ તેઓ આ જ પદ પર રહ્યા.

પોતાની વેબસાઇટ પર પ્રખર પર્યાવરણવાદી અને સામાજિક ઉદ્યોગસાહસિક તરીકે ઓળખ ધરાવતાં સુનેત્રા પવારે 2024ની લોકસભાની ચૂંટણીમાં પવાર પરિવારના ગઢ બારામતીમાં પોતાની નણંદ અને વર્તમાન એનસીપી (એસપી)ના સાંસદ સુપ્રિયા સુળે સામે ચૂંટણી લડવાથી રાજકીય કારકિર્દી શરૂ કરી હતી.

સુળે સામે હાર્યા બાદ, તેઓ રાજ્યસભા માટે ચૂંટાયા હતા.
તેમના મોટા પુત્ર પાર્થ પવાર, માવળથી 2019ની લોકસભા ચૂંટણીમાં અસફળ લડ્યા બાદ બાજુ પર રહ્યા છે. નાના પુત્ર જય, એક ઉદ્યોગસાહસિક છે.

આ પણ વાંચો : શરદ પવારની 15 મિનિટની વિસ્ફોટક પ્રેસ કોન્ફરન્સ:4 નેતાઓ બન્યા ખલનાયક…

અજિત પવાર 1980ના દાયકાની શરૂઆતમાં રાજકારણમાં પ્રવેશ્યા હતા, પરંતુ સુનેત્રા પવાર 2024ની સામાન્ય ચૂંટણી સુધી રાજકીય ચર્ચાથી દૂર રહ્યા હતા.

2010માં, તેમણે પર્યાવરણની જાગૃતિ વધારવા અને પર્યાવરણ પ્રત્યે સભાન સમુદાયોને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત એક બિન-સરકારી સંસ્થા, પર્યાવરણીય ફોરમ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરી હતી.

તેમના નેતૃત્વ હેઠળ આ સંસ્થાએ ભારતમાં ઇકો-વિલેજ મોડેલનો પાયો નાખ્યો, જે એક નવીન અભિગમ છે જે પર્યાવરણીય પ્રથાઓને ગ્રામીણ વિકાસમાં એકીકૃત કરે છે. તેમની વેબસાઇટ મુજબ, તેમણે જૈવવિવિધતા સંરક્ષણ, લુપ્તપ્રાય પ્રજાતિઓનું રક્ષણ, જળ સંસાધન વ્યવસ્થાપન અને દુષ્કાળ નિવારણ માટેના અભિયાનોનું પણ નેતૃત્વ કર્યું છે.

સુનેત્રા પવાર શરદ પવાર દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા વિદ્યા પ્રતિષ્ઠાનના ટ્રસ્ટી પણ છે. તેમણે ફ્રાન્સ સ્થિત વર્લ્ડ એન્ટરપ્રેન્યુરશીપ ફોરમના થિંક-ટેન્કના સભ્ય તરીકે ટકાઉપણું અને સામાજિક નવીનતા પર આંતરરાષ્ટ્રીય ચર્ચાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં સુનેત્રા પવાર યુગનો પ્રારંભ: અજિત પવારની ખાસ શૈલીમાં લીધા શપથ, PM મોદીએ પાઠવી શુભેચ્છા

તેમણે નિર્મલ ગ્રામ અભિયાન હેઠળ મહારાષ્ટ્રના 86 ગામોમાં સ્વ-સહાય જૂથ ચળવળનું નેતૃત્વ કર્યું છે, જેમાં બારામતીના એક ગામ કાટેવાડીને ઇકો-વિલેજમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે, સ્વચ્છતા, આરોગ્ય, સમુદાય પશુધન વ્યવસ્થાપન અને ઘન કચરા વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

સુનેત્રા પવાર બારામતીના હાઇ-ટેક ટેક્સટાઇલ પાર્કના અધ્યક્ષ પણ છે, જે એક મલ્ટી-મોડલ ગાર્મેન્ટ ઉત્પાદન સુવિધા છે જેમાં 15,000થી વધુ ગ્રામીણ મહિલાઓને રોજગારી મળે છે.

અત્યાર સુધી પવાર પરિવારના મૌન સભ્યને હવે ભાજપ અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના સાથે કામ કરતી વખતે એનસીપીને એકસાથે રાખવા અને ગઠબંધનની ગતિશીલતા પર વાટાઘાટો કરવાના મુશ્કેલ કાર્યનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ તેમના માટે તાત્કાલિક પડકાર એ રહેશે કે તેઓ નક્કી કરે કે બંને ગઈઙ જૂથોના બહુપ્રતિક્ષિત વિલીનીકરણ સાથે આગળ વધવું કે નહીં.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button